Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ઉના પાસે બે સ્‍થળોએ બાઈક ઉપર લઈ જવાતો ૨૬૪ બોટલ દારૂ પોલીસે પકડયો

ઉના, તા. ૧૯ :. વાસોજ રોડ ઉપર બે જગ્‍યાએ બાઈક ઉપર લઈ જવાતો કુલ ૨૬૪ દારૂની બોટલો સાથે ૨ યુવાનોને પોલીસે પકડી પાડેલ છે.
ઉના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઈ પરષોતમભાઈ જાનીએ એહમદપુર માંડવીથી વાસોજ જતા રોડ ઉપર પક્ષીઘર પાસે મહેશ બારૈયા રે. ઘોઘલાવાળાને રોકી તપાસ કરતા પરપ્રાંતની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૪૪ રૂા. ૭૨૦૦ સાથે પકડી પાડી હતી. બીજા બનાવમાં એહમદપુર માંડવી ગામ આગળ સ્‍ટેટ મોનેટરીંગ સેલના પોલીસ કર્મચારી રાણાભાઈ હમીરભાઈ તથા સ્‍ટાફે એક મોટર સાયકલ નં. જીજે ૩૨ એન ૯૮૦૭ ઉપર આવતો પીનાકીન દેવેન્‍દ્રભાઈ ત્રિવેત્રી રે. પાંચ હજાર હુડકો દેલવાડા રોડ ઉનાવાળાને રોકાવી તપાસ કરતા પરપ્રાંતની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૨૦ નંગ રૂા. ૨૫૬૮૦ રૂપિયાનો તથા ૧ મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી રૂા. ૭૦ હજાર ૬૮૦ મુદ્દામાલ સાથે પકડી પૂછપરછ કરતા ભાવેશ ચૌહાણ તથા શૈલેષ ઉર્ફે ટાઈગરનું નામ ખુલતા તેમની સામે ગુનો નોંધી ઉના પોલીસમાં સોંપતા પોલીસે ગુનો નોંધી દારૂ અપાવનારને પકડવા તજવીજ હાથ ધરી છે.

 

(10:10 am IST)