Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કચ્છના આડેસર પાસે ટ્રેઈલર, ટ્રક અને એસટી બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત: ૨૦ ને ઈજા

પલ્ટી ગયેલા ટ્રેઈલરમાં ટ્રક અથડાયા બાદ ટ્રક સાથે એસટી બસ ટકરાઈ, મોડાસા મુન્દ્રા એસટી બસના પ્રવાસીઓને ઈજા, સદભાગ્યે અકસ્માત જીવલેણ બનતાં રહી ગયો

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: કચ્છના રાપર તા.ના આડેસર પાસેના મેવાસા ગામ નજીક હાઈવે ઉપર સર્જાયેલા ટ્રીપલ અકસ્માતને પગલે ૨૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.            મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતની મળતી વિગતો મુજબ નેશનલ હાઈવે ઉપર મેવાસા ગામ નજીક કોલસી ભરેલું ટ્રેઈલર પલ્ટી ખાઇ ગયું હતું. 

      આ ટ્રેઈલરમાં ટ્રક અથડાઈ હતી તે સમયે જ મોડાસાથી મુન્દ્રા આવી રહેલ એસટી બસ ટ્રક સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર એસટી બસ અથડાતાં થયેલા અકસ્માતને પગલે એસટી બસના પ્રવાસીઓ ની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં એસટી બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.        સદભાગ્યે જાન હાનિ ટળી હતી. પણ, એસટી બસના ૨૦ જેટલા પ્રવાસીઓ ઉપરાંત ભટકાયેલા ટ્રકના ડ્રાઇવરને પણ ઈજાઓ થઈ હતો. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે. દરમ્યાન અકસ્માતને પગલે ૫ કીમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. 

      અકસ્માત સ્થળે આડેસર પોલીસ, ઉપરાંત અન્ય વાહન ચાલકો અને ગ્રામજનો મદદરૂપ બન્યા હતા. ઈજાગ્રસ્તોને નજીકની ભચાઉ ની વાગડ વેલ્ફર હોસ્પિટલ અને અન્યત્ર ખસેડાયા છે.

(9:45 am IST)