Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સલાયાની પરિણીતાએ સાસરિયા સામે સિતમ ગુજાર્યાની ફરીયાદ નોંધાવી

જેઠ અસભ્ય માંગણી કરતો હતો સાસરિયા સાથ આપી ત્રાસ આપતા

ખંભાળીયા તા. ૧૯ : સલાયામાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ પતિ સહીત સાસરિયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ, જેઠ, જેઠાણી, સાસુ સહિતના સાસરિયા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે. મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, છેલ્લા સાત મહીનાથી રીસામણે છે લગ્ન આજથી આશરે બે વર્ષ પહેલા સલાયામાં રહેતા નઝીર મામદભાઇ સુભણિયા સાથે થયેલ છે. અને એક દિકરાનો જન્મ થયેલ છે જેનું નામ અબ્દુલા (ઉ.૧૦) માસનો છે લગ્નબાદ સાતેક મહિના સારી રીતે રાખેલ અને ત્યારબાદ જેઠ જાવીદ માંમદસુંભાણીયા અવાર નવાર જોયા કરતો અને ઘણી વખત આંખ મારતો અને અસભ્ય માંગણી કરી શરીર સંબંધ બાધવાનું કહેતો જેથી ના પાડેલ અને આ બાબતો મે પતી નઝીરને વાત કરેલ અને જેઠ જાવીદની પત્ની યાસ્મીનને વાત કરીને કહેલ કે જાવીદભાઇ અવાર નવાર જોયા કરે છે અને શરીર સંબંધ બાંધવા માંગણી કરે છે તેમ વાત કરી જાવીદ સમજાવવા અવાર નવાર કહેલ અને આ જાહીદની પત્ની યાસ્મીને જાવીદને સમજાવવા છતા તે યાસ્મીનનું કહ્યું માનતો નહી અને ત્રાસ આપવાનું ચાલુ રાખતો હતો અને આ વાત પતી નઝીરને  કહેતા તે વાત સાંભળ તો નહી અને જાવીદને ઠપકો આપ્યા વગેર બોલાચાલી કરી ઝગડો કરવા લાગતો હતો અને આ વાત સાસુ હનીફાબેન તથા જેઠાણી જેનબેન તથા જેઠ રઝાક માંમદ સુંભાણીયાને કયારેય કરેલ નથી અને ગઇ તા.૧૩/૬/ર૦ર૦ ના રોજ ઘરે ઉપરના માળે હુ તથા મારી સાસુ હનીફાબેન તથા જેઠ રઝાક અને જેઠાણી જેનબેને તથા જેઠ જાવદી બધા ઘરે હાજર હતા અને મારો પતી વહાણમાં દરીયામાં ફીશીંગ માટે જતો રહેલ હતો. અને આ વખતે યાસ્મીને બધાની હાજરીમાં જાવીદને ઠપકો આપીને કહેલ કે યાસ્મીન પાસે શુ કામ અસભ્ય માંગણી કરેછે તેમ વાત કરતા આ જેઠ જાવીદ મારી સાથે ઝગડો કરવા લાગે અને મને મનફાવે તેવી ભુંડી ગાળો દેવા લાગેલ અને મારી સાસુથી જેઠ રઝાક અને અને જેઠાણી જેનમ મારી સાથે ઝગડો કરવા લાગેલ હતા અને મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ હતા એને ત્યારબાદ બીજા દિવસે અમારે આગલી રાત્રે થયેલ મનદુઃખ અને લઇને મારા જેઠ રઝાક મારી સાથે ઝગડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે હવે મારી સાથેપણ તારે સુવુ પડશે તેમ વાત કરતા મેં તેમને મારી સામે જેમ ફાવે તેમ બોલવા મનાઇ કરતા આ મારો જેઠ રઝાક મારી ઉપર ઉશ્કેરાઇ ગયેલ અને મને ઝાપટ મારેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને મારી સાસુ તથા જેઠાણી જૈનમ અને મારો પતી નઝીર તથા જાવીદ એકબીજાનું ઉપરાણુ લઇ બધા ભેગા મળી મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ એ ને મારી પતી કહેવા લાગેલ કે આ બાઇડીને હજુ મારમારો આ મારે નથી જોતી બીજી બાઇડી કરી લઇશ તેની ઇજત લઇ લેજો તેમ કહી મને મારા પતી નઝીરે તથા સાસુ હમનીકાબેન અને જેઠ રઝાક તથા જેઠાણી જેના અને જાવીદે માર મારેલ જેથી મે મારા બાપુજીને ફોન કરીને જાણ કરેલ અને ઉપરોકત બધી વાત કરતા મારા બા-બાપુજી મને તેડી ગયેલ હતા અને મારા બાપુજીના ઘરે ગયા બાદ મારી તબીયત સારી ન રહેતા મને મારા બાપુજી જામનગર મગજના ડોકટર પાસે સારવાર માટે લઇ ગયેલ હતા જયા ત્રણ દિવસ સારવારમાં રહેલ હતી મને મારા સાસરિયાવાળા એ જ દિવસે માર મારેલ તે અંગે મે કોઇ હોસ્પિટલમાં સારવાર કરાવેલ નથી આ મારા પતિએ તથા મારી સાસુ હનીફાબેન તથા જેઠ જાવીદ થતા રઝાક અને જેઠાણી જનમબેન મને જાવીદ મારી પાસે અસભ્ય માગણી કરતો હોય તે બાબતને લઇને એકસંપ થઇ ઢીકાપાટુનો માર મારી શારીરિક માનસીક દુઃખત્રાસ આપેલ અને જાવીદ અવાર નવાર મારી સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી મને માનસિક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી તેઓ બધા એકસંપ થલઇ મને મારી શારિરીક માનસીક દુઃખત્રાસ આપી મારકુટ કરી અને મારી સાસુએ ગેસના બાટલા વડે સળગાવી દેવાનુ કહેલ અને જેનમબેને મને કહેલ કે તુ કોઇને વાત ન કર એટલા માટે અમે તને બીડાવીએ છીએ એ મારે તને મારી નથી નાખવી તુ દેકારો કરબુમો ન પાડે તેમ કહી બધાએ એક સંપ થઇ મને ઢીકાપાટુનો માર મારેલ અને જેનમબેન મારા વાળ ખેચેલ અને બધાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

(3:16 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • ખુલ્લેઆમ દાદાગીરી : રાજસ્થાનના જયપુરમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા યુવકને નિર્ભયા સ્ક્વોડની મહિલા કોન્સ્ટેબલે ટોકતા નાક ઉપર ઘુસ્તો મારી દીધો : નાકનું હાડકું તોડી નાખ્યું : યુવકની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરાયો access_time 7:05 pm IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST