Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કચ્છમાં નિર્દોષ હિન્દુ યુવકોની અટકાયતના વિરોધમાં ધરણા કરવા જતા

વિહિપના પ્રદેશમંત્રી રાવલ-કાર્યકર્તાઓની અટકાયત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૯: રવિવારે રાત્રીના કચ્છના કીડાણામાં અયોધ્યાના શ્રી રામ મંદિર નિર્માણ માટે નિર્માણનીધિ એકત્ર કાર્યક્રમ માટે આયોજીત રથ યાત્રા વખતે ધમાલ બોલતા દોડધામ મચી ગઇ હતી આ પ્રકરણમાં પોલીસ દ્વારા નિદોર્ષ હિન્દુ યુવકોની અટકાયત કરાઇ હોવાનું જણાવી ને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મંત્રી અશોક રાવલ સહિત કાર્યકરોએ આજે ગાંધીધામ એસ.પી. કચેરી ખાતે સવારે અચોક્કસ મુદતના ધરણા શરૂ કરતા પોલીસે તેઓને અટકાયત કરી હતી.

 

(1:19 pm IST)
  • ખુલ્લેઆમ દાદાગીરી : રાજસ્થાનના જયપુરમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા યુવકને નિર્ભયા સ્ક્વોડની મહિલા કોન્સ્ટેબલે ટોકતા નાક ઉપર ઘુસ્તો મારી દીધો : નાકનું હાડકું તોડી નાખ્યું : યુવકની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરાયો access_time 7:05 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST