Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

હર્ષદ પાસે અકસ્માત પાંચને ઇજા

ખંભાળીયા, તા. ૧૯ : હર્ષદ પાસે સોમનાથ દ્વારકા રોડ પર ગઇકાલે સાંજે એક કાર ડીવાઇડર સાથે અથડાઇને ઉંધી વળી જતા તેમાં બેઠેલા પાંચ વ્યકિતઓને ઇજા થઇ હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ ની ટીમે તુરંત જ ઘટથા સ્થળે પહોંચી જઇને કાર ચાલક સહિત બે વધુ ઇજાગ્રસ્ત હોય પોરબંદર હોસ્પિટલમાં ખસેડીને સારવારની વ્યવસ્થા કરી હતી.

(12:56 pm IST)
  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST