Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કેશોદમાં પેટાળમાં થતા ફેરફારની અસરથી ધરા ધ્રુજી હોવાનું અનુમાન

કેશોદ તા. ૧૯: કેશોદમાં ગઇકાલે બપોરે સાડાબાર વાગ્યાના અરસામાં ભેદી ધડાકા સાથે ધરતીમાં કંપન આવતા લોકો ભય સાથે જાહેર માર્ગો પર આવી ગયેલ હતા. આ ભેદી ધડાકાનો અહેસાસ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ થયો હોવાનું જાણવા મળેલ છે.

આ ભેદી ધડાકા થવા અંગે કેશોદ વિસ્તારમાં મેઘરાજા ચોમાસાના છેલ્લા દિવસો સુધી મનમુકીને વરસતા હાલમાં પણ આ વિસ્તારની નદીઓમાં પાણી વહી રહેલ છે. તથા ચાલુ શિયાળાની ઋતુએ પણ કેશોદ વિસ્તારમાં ઠંડીનું હાર્ડ સ્વરૂપ બતાવતા પરીણામે ધરતીના પેટાળમાં થઇ રહેલ ફેરફારની અસર હોવાનું મનાઇ રહેલ છે. આમ છતાં આ ભેદી ધડાકા અંગે અન્ય કોઇ કારણ જાણવા મળેલ નથી.

(12:45 pm IST)