Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પોરબંદરમાં મોટા રાંદલ માતાજી મંદિરમાં પીતળનો ઘંટ ચોરી જનાર આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. ખારવાવાડમાં મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી પીતળનો ઘંટ ચોરી જનાર ભાવેશ ઉર્ફે ટારઝન પ્રવિણભાઇ ઉર્ફે પવુ ડોટરૂમલને કીર્તી મંદિર પોલીસ સ્ટેશનના પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ડો. રવી મોહન સૈનીની સુચના તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયા તથા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ. એલ. આહીરના માર્ગદર્શન હેઠળ કીર્તિ મંદિર પો. સ્ટે. ના ડી સ્ટાફ  પીએસઆઇ આર. એલ. મકવાણા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સંયુકત રાહે ચોકકસ બાતમી મળેલ કે, ખારવાવાડ, નવાપાડા, મચ્છી માર્કેટ પાસે જાહેર રોડ ઉપર એક મરૂન કલરના શર્ટ પહેરેલ ઇસમને પોતાના હાથમાં એક થેલીમાં કંઇક શંકાસ્પદ ચીજ વસ્તુ લઇ ઉભો છે જે બાતમી આધારે સદર જગ્યાએ જઇ જોતા  બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવેલ જે વ્યકિતનું નામ પુછતા ભાવેશ ઉર્ફે ટારઝન પ્રવિણભાઇ ઉર્ફે પવુ ટોડરમલ જાતે ખારવા ઉ.ર૬ રહે. ખારવાવાડ ગરબી ચોક ભીડ ભંજન મહાદેવના મંદિર પાછળ વાળાને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ આરોપીની પોકેટ કોપ-ઇગુજકોપ દ્વારા તપાસ કરતા મજકુર આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશનનાં ૭ તથા આઇ. પી. સી. કલમ ૩ર૩, ૩ર૪ ના ૩ ગુના દાખલ થયેલ તેમજ મજકુર આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૧૦૭ તથા ૧૧૦ મુજબ અગાઉ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જેથી મજકુરની  આગવી ઢબે પુછપરછ કરતા કબુલાત આપેલ છે કે, વહેલી સવારે ખારવાવાડમાં મોટા રાંદલ માતાજીના મંદિરની ઓસરી ખુલ્લી હોય ત્યાં ઓસરીમાં લટકવેલ પીતળના ઘંટની ચોરી કરેલ છે. જે પીતલ જેવી ધાતુનો આશરે પાંચેક કિલ્લાના વજન વાળો જેની કિં. રૂ. ૩,૧૦૦ વાળુ ઘંટ પોતાની પાસેથી મળી આવેલ છે. કીર્તિ મંદિર પો. સ્ટે. માં એે.આઇ. પી. કો. કલમ ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. આ કામગીરીમાં કિર્તી મંદિર પો. સ્ટે.ના પીઆઇ એચ. એલ. આહીર, ડી-સ્ટાફ પીએસઆઇ આર. એલ. મકવાણા, હેડ કોન્સ્ટેબલ મુકેશભઇ કે. માવદીયા, કોન્સ્ટેબલ ભરતભાઇ શીંગરખીયા, ભીમાભાઇ ઓડેદરા, અરવિંદ કાનાભાઇ શામળા વિગેરે રોકાયેલ હતાં.

(12:42 pm IST)
  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST