Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

માળિયાહાટીના : સફાઇ માટેના મશીનનું લોકાર્પણ

 માળિયા હાટીના : રાજયસરકાર દ્વારા જિલ્લા ગ્રામવિકાસ એજન્સી અને જિલ્લા પંચાયત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના સૌપ્રથમ માળીયાહાટીના ગ્રા.પં.ને રૂપિયા ૨૦ લાખ આસપાસના ખર્ચે જેટીંગ મશીનનું રાજયના પ્રવાસન અને કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ માળિયાહાટીનાના અલીશાબાગ ખાતે યોજાયો હતો. શૌચાલયના ખાડા પુરાવા માટે અને ગટરની  લાઇનને સાફસૂફ કરીને કલીન કરવા માટે આ જેટીંગ મશીનનો ઉપયોગ કરાશે એમ સરપંચ નટવરસિંહ સિસોદિયાએ જણાવેલ છે. આ કાર્યક્રમમાં જિ.પં.ના આરોગ્યસમિતિના ચેરમેન રણજીતસિંહ પરમાર, નટવરસિંહ સિસોદિયા, લક્ષ્મણભાઇ યાદવ, દેવજીભાઇ પટેલ, જીતુભાઇ, બચુભાઇ, રાજશીભાઇ, ડીડીઓ પ્રવિણ ચૌધરી, જિ.ગ્રા.વિકાસના નિયામક આર.જે.જાડેજા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, બાબુભાઇ વાજા, ટીડીઓ ખૂટી પ્રવિણભાઇ કારીયા મોમીન સમાજના મુખી સાહેબ, હકુભાઇ જોશી, ગૌતમ સોંદરવા તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પત્રકારો, ગ્રા.પં.ના કર્મચારીઓ, માજી સરપંચ જીતુભાઇ સીસોદિયા હાજર રહ્યા હતા. જેટીંગ મશીનનુ લોકાર્પણ કરાયુ તે તસ્વીર.

(11:57 am IST)