Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જામનગરનાં ખાંભાવાવ ગોળાઇમાં મીની ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માતમાં ૨ મહિલાને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: પંચ બી પોલીસ સ્ટેશનમાં કેશુભાઈ માલદેભાઈ વિસાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ચંગા પાટીયા થી આગળ ખાંભાવાવ ગોલાઈમાં લાલપુર, જામનગર રોડ પર ફરીયાદી કેશુભાઈ પોતાની એસ.ટી.બસ  નં. જી.જે.૧૦–ઝેડ–૩ર૪૬ લઈને જામનગરથી થી આગળ ખાંભાવાવ ગોલાઈમાં લાલપુર જામનગર રોડ પર આરોપી મીની ટ્રક ટાટા ૪૦૭ જી.જે.૦૩–ઝેડ–૬૦ર૭ વાાળ એ પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવીને એસ.ટી. સાથે ભટકાડતા સાહેદ જંખનાબેન જીતેન્દ્રભાઈને માથાના ભાગે ઈજા થયેલ તથા તેમની પુત્રી ધૃવિકા ને શરીરે ઈજાઓ પહોંચાડેલ તથા એસ.ટી. બસમાં નુકશાન કરી પોતાનું વાહન લઈને નાશી જઈ ગુનો કરેલ છે.

બુટાવદર જુગાર રમતા પાંચ ઝડપાયા : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશીક દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બુટાવદર ગામે આરોપી મેઘજી હીરાભાઈ મકવાણા, જેન્તી ખીમાભાઈ વેગળા, હસમુખ દિનેશભાઈ મકવાણા, નરેશ ઝીકાભાઈ મકવાણા, અશોક અમરાભાઈ મકવાણા, રે. બુટાવદરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૬૯૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ખુમાનસિંહ ધીરૂભા જાડેજા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંઢેરા ગામે દારૂના જથ્થા સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરમણભાઈ રામાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંઢેરા ગામે બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર આરોપી રાજુભાઈ નરસુભાઈ ડામોર, રે. દાહોદ વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં રોયલ બાર પ્રેસટીઝ ગ્રૈન, વ્હીસ્કી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની પ્લાસ્ટીકની શીલબંધ બોટલો નંગ–૬૮, જેની કિંમત રૂ.ર૭,ર૦૦/– નો મુદામાલ તથા બોલેરો પીકઅપ ગાડી જેના રજી.નં.જી.જે.–૦૭–વાય.ઝેડ–૧૭પ૦ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/– મળી મુદામાલ રૂ.૪,ર૭,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રકે એસ.ટી.બસને ઠોકર મારતા ડ્રાઈવરને ઈજા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભગાભાઈ બધાભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંઢેરા ગામ પહેલા પુલ ઉપર આરોપી ટ્રક  જેના રજી.નં.જી.જે.–૧૦–ટી.એકસ–૪૯૪૯ના ચાલકે તેનો ટ્રક પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી એસ.ટી.બસ નં. જી.જે.–૧૮–ઝેડ–૪૭૪૭ સાથે ભટકાડી ડ્રાઈવર મુકેશભાઈને બંન્ને પગમાં ફેકચરની તથા ડાબી બાજુની આંખમાં તથા શરીરે ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

સી.એન.જી.રીક્ષા એ મોટરસાયકલને હડફેટે ઈજા

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કવનભાઈ ચંદ્રશેખરભઈ ધોળકીયા ફરીયાદ નોંધાવી છે કે, સાત રસ્તાથી ગુરૂદ્વારા તરફ આવતા પ્રથમ ડીવાઈડર કટ પાસે જાહેર રોડ પર આરોપી સી.એન.જી.રીક્ષા જેના રજી.નં.જી.જે.–૧૦–ટી ડબ્લ્યુ–૪૯૩૭ નો ચાલક એ ફરીયાદી કવનભાઈની એકટીવા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–બી.ડી.–૩૬૭ર ના પાછળ ના ભાગે આરોપીએ પોતાની રીક્ષા જાન જોખમાય તે રીતે પુરઝડપે ચલાવી ફરીયાદી કવનભાઈને નીચે પાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજા મુંઢ ઈજા પહોચાડી તથા પોતાને મુઢ  ઇજા પહોંચાડી ગુનો કરેલ છે.

(10:36 am IST)
  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST