Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

લાલપુર પવનચક્કી સિક્યુરિટી ગાર્ડની બાઇક સવાર ત્રણ શખ્સોએ કરી હત્યા: ત્રિપુટી મોબાઇલ લૂંટી ફરાર

અજાણ્યા શખ્સોએ માથામાં તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી દેતા ઢળી પડ્યા

જામનગર: લાલપુર તાલુકાના ખાયડી ગામે રહેતા અને એનારકોન પવનચક્કીના એરીયામાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીઆરડી જવાન નારણભાઇ લખમણભાઇ કરમુર સાતપડ સીમમાં પવનચક્કીના વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા જે વેળાએ ત્રિપલ સવારી બાઇક પર ધસી આવેલા અજાણ્યા શખ્સોએ માથામાં તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ વેળાએ નજીકમાં જ કામ કરતા કોઇ ખેડૂતોએ આ બાઇકસવારોને હુમલો કરતા જોઇ જતા તેઓએ ત્રણેયને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત નારણભાઇને જામનગર જી .જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

ત્રણેય શખ્સો મોબાઇલની લૂંટ ચલાવીને બાઇક પર ભાગી ગયા હતા. આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની મૃતકના ભાઇ ખીમાભાઇ કરમુરની ફરીયાદ પરથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે

(11:03 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં કોઈપણ ભોગે એનસીઆર લાગુ કરશું : એક કરોડ મુસ્લિમ ઘુષણખોરોને કાઢી મુક્શું : પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે સરકાર પ્રસ્તાવિત એનપીઆર પણ સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:45 am IST

  • કર્ણાટક : ગૃહપ્રધાન અમિતભાઇ શાહે આજે પલ્સ પોલિયો દિવસ ર૦ર૦ના દિવસે હુબલીમાં બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવ્યા access_time 2:12 pm IST

  • GST કલેકશનનો ટાર્ગેટ વધારાયોઃ ર માસમાં એકઠા કરવા પડશે ર.૪૦ લાખ કરોડઃ ફેબ્રુ.નું લક્ષ્યાંક ૧.૧પ લાખ કરોડઃ માર્ચનો ટાર્ગેટ રૂ. ૧.રપ લાખ કરોડઃ GST વિભાગે ઘડી રણનીતિઃ એકશન મોડમાં ઓથોરીટી access_time 3:32 pm IST