Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ભાવનગરમાંથી દારૂ સાથે બુટલેગર ઝડપાયોઃ સપ્લાયરની શોધખો

ભાવનગરઃ નિરમા પાટીયા પાસે  બાવળની ઝાડીમાં પાર્સલોની આડમાં દારૂનો જથ્થો સંતાડવામા આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને ૧પ પેટી દારૂ (૧ર૩ બોટલ) એક મોબાઇલ ફોન સહિત રૂ. ૯૧,૯૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો. અને પ્રભુદાસ તળાવ, હવા મસ્જિદ પાસે રહેતા મુસ્તાક ઉર્ફે ચીકુ હારુન વારૈયાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં  દારૂનો જથ્થો ભાવનગરમા રહેતા જીતુ ઉર્ફે કચોરી નામના શખ્સે મંગાવ્યાનુ ખુલતા સપ્લાયર સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.

(12:23 pm IST)