Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનો ફાંસો ખાઇ આપઘાત

આર્થિક ભીંસથી કંટાળી ફેકટરીમાં ફાંસો ખાધોઃ સુસાઇડનોટ કબજે

અમરેલી : મૂળ પીપળવાના વતની અનેલ હાલમાં લીલિયા ગામે રહેતા અને આહિર સમાજના  આગેવાને આર્થીક સંકડામણથી કંટાળી જઇ તેની ફેકટરીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે મૃતકે લખેલી સૂસાઇડનોટ કબજે કરી હતી.

બનાવ અંગેની વિગત મુજબ  હાલમાં લિલીયા ગામે રહેતા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેહુરભાઇ  નારણભાઇ ભેડા આહીર પ્રોઢે લીલીયા-અમરેલી રોડ પર તેની ત્રિલોકપતિ ફૂડ પ્રોસેસીંગ નામની ફેકટરીમાં પંખામા દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકના ભાઇ  રાવતભાઇ નારણભાઇએ આર્થિક મુશ્કેલીના કારણે આ પગલુ ભરી લીધાનુ પોલીસને જણાવેલ હતુ. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી હતી. મૃતક કેહુરભાઇ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના ખાસ મિત્ર હત.

 

(12:21 pm IST)