Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ભાવનગરના ૫૦ યુવક-યુવતીઓ સાડા ત્રણ ફૂટ બરફમાં: -૮ ડિગ્રી હવામાનમાં કરે છે ટ્રેકિંગ

ભાવનગર તા.૧૮: મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સીટીનાં ૨૫ ભાઈઓ અને ૨૫ભાઇઓ કુલ ૫૦ વિદ્યાર્થીઓ ઉત્ત્।રાખંડ નાં બાગેશવર જિલ્લાના પીન્ડા રી ગ્લેશિયરનાં ધાકૂડિ઼ વિસ્તામાં સાડા ત્રણ ફૂટ બરફમાં માઇનસ ૮ ડીગ્રી હવામાન મા ટ્રેકિંગ કરી રહ્યાં છે વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ટેન્ટ મા રહેવાનું હોય છે ગુજરાત રાજયમાં શિયાળાની ઋતુમાં માત્ર ભાવનગર યુનિ. જ હાઈ એલ્ટીટ્યુંડ હિમાલય ટ્રેકિંગનું આયોજન કરે છે શિયાળામાં હિમાલય ટ્રેકિંગ થોડુ જોખમી ,સાહસિક અને ટફ હોય છે. ૮ દિવસમાં માત્ર ૧ વખત જ વિદ્યાર્થીઓએ સ્નાન કર્યું છે રાત્રે માઇનસ ડીગ્રીમાં કેટલાંક વિદ્યાર્થીઓ જમવાની હિમત પણ કરતા ન હતાં. તેઓને સમજાવીને પ્રવાહી આપવું પડતું હતુ. જેથી શરીરમાં પાણી અને શકિત જળવાઈ રહે પહાડી લોકો પણ વિદ્યાર્થીઓના અદમ્ય સાહસને બિરદાવતા હતાં યુનિ. નાં ફિજીકલ ડાયરેકટર ડો. દિલીપ સિંહ ગોહિલ , વાસુ દેવ સિંહ સરવૈયા, અસ્મિતા બેન જેઠવા, રાજેન્દ્ર સિંહ ગોહિલ,અને યુનિ. નાં શ્રી બૂધેલિયા ભાઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.યુનિ.ને ગૌરવ અપાવવા બદલ વિદ્યાર્થીઓના સાહસને બિરદાવી કુલપતિ ડો. મહિપત સિંહ ચાવડા અને કુલ સચિવ ડો. કૌશિક ભાઈ ભટ્ટે અભિનંદન પાઠ વેલ છે.

(11:34 am IST)