Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

કોટડાસાંગાણીના રામોદની વાડીમાં વલ્લભાઇ રાઠોડનો ફાંસો ખાઇ આપઘાત

કોટડાસાંગાણી, તા.૧૯:કોટડાસાંગાણીના રામોદની વાડિમા યુવાને દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તાલુકાના રામોદ ગામે રહેતા વલ્લભભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.૩૮) એ ગામની સીમમા લક્ષ્મણભાઈ લાખાભાઈ રાઠોડની વાડીમા વૃક્ષ સાથે દોરી બાંધી અગ્રમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ એમ બી કટેસીયા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરિ કાગળો કરી બોડીને પી એમ અર્થે કોટડાસાંગાણીના સામુહીક આરોગ્ય કેંદ્રમા ખસેડાઈ હતી મૃતકના આત્મહત્યા પાછળના કારણો જાણવા પોલીસે દ્યરના સભ્યોની પુછપરછ કરી હતી પોલીસની પ્રાથમીક તપાસમા મૃતકે અગ્રમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ બી કટેસીયાએ હાથ ધરી છે.(૨૩.૭)

(11:50 am IST)