Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

જોડિયામાં રામાયણજી ચોપાઇ દ્વારા બે દિ' હોમાત્મક યજ્ઞઃ અખંડ પાઠના ૨૬ વર્ષ પૂર્ણ

વાંકાનેર તા.૧૯: જોડીયાધામ -જામનગર જિલ્લાના જોડીયાધામમાં વિરાગમુની સ્થાપિત રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ ગીતા વિદ્યાલય ''માનસ મંદિર'' ખાતે મોરારીબાપુુની શુભ પ્રેરણા અને આશિષથી વિરાગમુનીજીએ આ પાવન ભૂમિમાં એવમ્ -વિશ્વ કલ્યાણ અર્થે હરિ પ્રસનાતાર્થે તા. ૨૯ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ અખંડ ''રામ ચરિત માનસ''ની ચોપાઇના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલા હતા. જે આજે રામચન્દ્રની અસીમ કૃપાથી તેમજ પૂ. બાપુની શુભ પ્રેરણા અને આશીષથી અવિરત ૨૬ વર્ષથી ૨૪ કલાક અખંડ રામાયણજીની ચોપાઇનું ગાન સૌ-સાધક-ભાવિક-ભકતજનો ગીતા વિદ્યાલયના બાળકો શ્રધ્ધાપૂર્વક કરી રહયા છે. અને આ કલીયુગ પર્વમાં ચોપાઇનું ગાન કરીને તન-મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. જે અખંડ શ્રી રામાયણજીના ચોપાઇના પાઠ અનુષ્ઠાનનો આગામી તા. ૨૯ને મંગળવારના રોજ ૨૭માં વર્ષમાં શુભ પ્રવેશ થશે. આ પ્રસંગે તા. ૨૮ના સવારના ૬ વાગ્યાથી તા. ૨૯-૧-૧૯નાં સાંજના ૫.૩૦ સુધી બે દિવસીય ''શ્રી રામ ચરિત માનસ'' ની પ્રત્યેક ચોપાઇ દ્વારા ''હોમાત્મક યજ્ઞ'' રાખેલ છે. જે યજ્ઞમાં શ્રી ગીતા વિદ્યાલયના સર્વે સાધક ભાઇઓ બહેનો -બાળકો સૌ પ્રત્યેક ચોપાઇનું ગાન કરીને આહુતિ આપશે આ દિવ્ય પાવન પૂણ્યશાળી પર્વે સર્વે સાધક ભાઇઓ-બહેનોને લાભ લેવા પધારવા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર-જોડિયાધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે વિનુભાઇ ચંદારાણા-વિનાભાઇ કાનાણીએ જણાવેલ છે.(૧.૧૨)

(11:48 am IST)