Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મોરબીના સિંચાઇ કૌભાંડમાં હળવદના ધારાસભ્યના ૪ દિવસ માટે જામીન મંજુર

જામીન પુરા થયા બાદ ફરી જેલહવાલે કરાશે

મોરબી તા. ૧૯ : મોરબીના ચકચારી સિંચાઈ કૌભાંડ કેસમાં સબજેલમાં બંધ ધારાસભ્ય પરષોતમ સાબરીયાને મોરબી કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. મોરબી કોર્ટે ધારાસભ્યની વચગાળાની જામીન અરજી મંજુર કરી ચાર દિવસના જામીન મંજુર કર્યા છે.

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ કૌભાંડમાં નિવૃત મદદનીશ ઈજનેર સહીત ચારને ઝડપી લેવાયા બાદ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ ભરત ગડેશીયા મારફત લાખોની લાંચ લીધી હોય જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે સઘન તપાસ ચલાવી હતી તો બાદમાં પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે તો અગાઉ ધારાસભ્ય દ્વારા હાઈકોર્ટમાં કરેલ જામીન અરજી નામંજૂર થયા બાદ આજે ધારાસભ્ય દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરવામાં આવી હતી અને મોરબી સેશન્સ કોર્ટે ધારાસભ્ય સાબરીયાની વચગાળાની અરજી મંજુર રાખી ચાર દિવસના જામીન આપ્યા છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના ધારાસભ્ય સિંચાઈ કૌભાંડમાં જેલમાં બંધ છે જેથી ધારાસભ્ય વિના કલેકટર કચેરીની મીટીંગ થઇ સકતી નથી હળવદ અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્યને સુરેન્દ્રનગર જીલ્લાની બેઠકમાં ભાગ લેવાનો હોય જેથી જામીન મંજુર કરાયા છે જોકે વચગાળાના જામીન મળ્યા છે અને માત્ર ચાર દિવસ બાદ ફરીથી ધારાસભ્યને જેલમાં પરત ફરવું પડશે.(૨૧.૧૦)

(10:38 am IST)