Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

૧૯૩૪માં સુધરાઇ, વેરાવળ પોર્ટ ઓફિસર પ્રથમ પ્રમુખ

સોમનાથ-વેરાવળ પાટણની સંયુકત નગરપાલિકાનો ૭૦માં વર્ષમાં માંગલિક પ્રવેશઃ દેશ આઝાદ થયાં બાદ ૧૯૫૦માં વેરાવળને પ્રજાકિય સુધરાઇ મળેલ. પ્રથમ પ્રજાકિય પ્રમુખ વકીલ હિરાચંદ ગાંધીઃ ૧૯૭૧માં પ્રભાસ પાટણ નગરપાલિકા સાથે જોડાણઃ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આજ વેરાવળમાં ગાર્ડન પાર્ટી :એક સમયે એકજ પરિવારનાં બે પુત્રો અને પુત્રવધુ ચૂંટણીમાં વિજેતા થઇ હોદ્દા પર બિરાજમાન થયેલ

પ્રભાસ પાટણ તા.૧૯:  સને ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થતાં જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘ સાથે જોડાણ થતાં સને ૧૯૫૦માં વેરાવળને પ્રજાકિય શહેર સુધરાઇ આપવામાં આવી, જેમાં ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી થતી તેમાં પ્રમુખ તરીકે પ્રથમ વકીલ હિરાચંદ કે. ગાંધીએ તા. ૧૯-૧-૫૦ના રોજ ચાર્જ સંભાળ્યો ત્યારે શહેરનો વિસ્તાર ૯.૦૬૫ ચો.કિલોમીટર હતો અને વસ્તી ૭૫૫૨૦ સને ૧૯૭૧ની વસ્તી ગણતરી મુજબ ૧૯૭૭ સુધીમાં હતો તે સમયમાં વેરાવળ-પાટણ માટે પાણી પુરૂ પાડવા મીઠાપુર પાસે હિરણ ઉપર કુવો કરી ટાંકાઓ બાંધી શહેરને પાણી પુરૃં પડાતું. જાહેર બાગની વ્યવસ્થા હતી જે આજે પણ છે. સુધરાઇ વિશાળ હોસ્પિટલનું પણ સંચાલન કરતી. વેરાવળના પ્રથમ પ્રમુખ વખતે શહેરની વસ્તી ૪૦૩૭૮ હતી.

વસ્તી ગ્રાફ

ઇ.સ. ૧૮૭૧માં પ્રથમ વસ્તી ગણત્રી થઇ અને ૧૮૮૧માંં વેરાવળ વસ્તી ૧૨૧૧૧ પછી ૧૮૯૧માં કુલ વસ્તી ૧૫૩૩૯ જેમાં પુ. ૭૭૨૬, સ્ત્રીઓ ૭૬૧૩ ૧૯૦૧માં કુલ વસ્તી ૧૬૭૭૫ પુરૂષ ૮૩૪૬, સ્ત્રી ૮૪૨૯, ૧૯૧૧માં ૧૫૫૬૩, ૧૯૨૧માં ૧૯૩૬૫, ૧૯૩૧માં ૨૧૧૬૪, ૧૯૪૧માં ૩૦૨૭૫, ૧૯૫૧માં ૪૦૩૭૮, ૧૯૬૧માં ૪૬૩૯૦, ૧૯૭૧માં ૫૮૭૭૧ અને પાટણ ૧૬૭૪૯ સહિત કુલ ૭૫૫૨૦ વસ્તી.

૧૯૭૧માં પ્રભાસ -પાટણ નગરપાલિકાનું વેરાવળ સાથે જોડાણ થયું અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા બની તત્કાલીન નગરપાલિકા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદને વેરાવળના ગાર્ડનમાં ગાર્ડન પાર્ટી આપી સન્માનિત કરેલ છે. પાલિકા અનેકવાર સુપરસીડ પણ થઇ છે અને વહીવટદાર શાસન પણ આવેલ  હતા.

રાજ્યભરમાં નગરપાલિકા ચૂંટણીઓમાં જયારે ભાજપનો કેસરીયો લહેરાયો હતો ત્યારે એકમાત્ર વેરાવળે જનજાગૃતિ મંચને તોતીંગ બહુમતી આપી રાજ્યભરમાં આશ્ચર્ય સર્જયું હતું તો વીતેલા ઇતિહાસમાં પાલિકા ચૂંટણીમાં કોઇને કોઇ વરસે એક જ પરિવારના પિતા-બે પુત્રો અને પુત્રવધુ ચૂંટણીમાં વિજેતા બની પ્રમુખ-ઉપપ્રમુખ કે સભ્યપદ બિરાજી ચુકયાં છે.

તે એવીયે ઘટના છે કે પ્રભાસ પાટણમાં તા. ૧૪-૫-૦૫ તારીખે લાયબ્રેરીનું અને તે પણ એક જ સ્થળે ત્રીજીવાર થયેલ ખાતુમુહુર્ત પાણી-પરબ અને ચબુતરાનું ખાતમુહુર્ત થયેલ જે સ્થળે હજુ સુધી બનેલ જ નથી.

(9:35 am IST)