Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પોરબંદરમાં ૧,૭૦ લાખ લઇ નવા દાગીના ન બનાવીને છેતરપીંડી

સોઢાણા પાસે બાઇક સવાર પાસેથી ૭ હજારના દારૂ-બીયર ઝડપાયા

પોરબંદર તા. ૧૯ : સોનાના નવા દાગીના બનાવી આપવાનું કહીને ર ગ્રાહકો પાસેથી ૧,૭૦ લાખ ઉઘરાવીને નાસી જઇ દાગીના ન બનાવીને છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.

પોલીસ ફરીયાદમાં લીલાભાઇ પરબતભાઇ મોઢવાડિયાએ જણાવેલ કે આરોપી ભાવિન અનીલભાઇએ જુનામાંથી નવા દાગીના બનાવીને ૭૦ હજાર રોકડા અને સાહેદ દિનેશભાઇ હિરાભાઇ પાસેથી ૮૦ હજાર ઉઘરાવીને દાગીના નહીં આપી છેતરપીંડી કરી હતી.

બગવદર પોલીસ સ્ટેશનના જમાદાર એન.એ.મુછડિયાએ જીજે રપ એચ ૩૮૪૦ નંબરનું બાઇક લઇને જતા સરમણ લીલા અટકાવીને ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ કિ. ૪૮૪૦ તથા બીયર ટીન-ર૪ કિ. ર૪૦૦ની મળી આવેલ છે

(4:35 pm IST)