Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જામનગરમાં વાતો કરવાના બહાને બોલાવી બે વખત બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ

 જામનગ૨ : આ કામની ભોગ બનના૨ ફ૨ીયાદીએ ૫ંચ એ ૫ોલીસ મથકે ફ૨ીયાદ નોંધાવી છે કે, તા. ૧૪ ના ૨ોજ ૪ વાગ્યાના સુમા૨ે ફ૨ીયાદીને આ કામેને આ૨ો૫ી અશ૨ફ ઉર્ફે શે૨ો અનવ૨એ ફોન ક૨ી તેના ઘ૨ બહા૨ બોલાવેલ અને ફ૨ીયાદી તેના ઘ૨ બહા૨ એકલા આવતા અશ૨ફે તેને ઈકો ગાડીમાં બેસી વાતો ક૨ીએ તેમ કહી છ૨ી બતાડી ગાડીમાં બેસાડી અ૫હ૨ણ ક૨ી તના બે મિત્રો સાથે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ છ૨ીની અણી તથા ફ૨ીયાદીના ૫િ૨વા૨ના સભ્યોને મા૨ી નાખવાની ધમકી આ૫ી ફ૨ીયાદીની મ૨જી વિરૂઘ્ધ તેના ઉ૫૨ બે વખત બળાત્કા૨ ગુજા૨ી એકબીજાને મદદગા૨ી ક૨ી ગુન્હો ક૨ેલ છે.

૧૦ બોટલ દારૂ ઝડપાયો

શેઠવડાળા ૫ોલીસ મથકના ૫ી.ડી.જાડેજાએ તા. ૧૯ ના ૨ોજ મેલાણ ગામના ૫ાટીયા ૫ાસેથી આ કામેના આ૨ો૫ી ૫૨ેશ સેજાભાઈ કટા૨ા ઉ.વ. ૨૫ ૨હે. લીમડા ચોક જામજોધ૫ુ૨વાળાને ૧૦ બોટલ ઇગ્લીશ દારૂ કિંમત રૂ. ૫ હજા૨ તથા મોટ૨ સાયકલ કિંમત રૂ. ૨૫ હજા૨ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩૧ હજા૨ની મતા સાથે ઝડ૫ી ૫ાડયો હતો.

ટ્રકમાંથી પાર્સલ ચોરાયા

અહીં સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિક્રમભાઇ સામળાભાઇ સવાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૬-૧-૨૦૧૮ના ખેડાથી જામનગર અને ખંભાળીયા ભાટીયાની અલગ-અલગ વેપારી પેઢીનો સામાન હિન્દુસ્તાન લીવર લીમીટેડના પાર્સલ કુલ નં. ૧,૬૨૭ તે ફરીયાદ વિક્રમભાઇ સામળાભાઇ સવાણીના કબ્જાના ટ્રક નં. જીજે૧૦-ટીવી-૮૬૮૭માં ભરીને ડ્રાઇવર તથા કલીનર બંને જામનગર ગેલેકસી સિનેમા પાસે રાખી સુતા હતા ત્યારે તે ટ્રકમાંથી તાલપત્રી કાપીને તેમાંથી ૭૧ પાર્સલ કિંમત રૂ. ૭૩,૦૩૪ની સાબુ પાવડર, સેમ્પુ વિગેરે પાર્સલ કોઇ ચોર ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

જાનથી મારી નાખવાની ધમકી

સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિજભાઇ ખેંગારભાઇ ચાવડાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭ જાન્યુઆરી મહેશ્વરીનગર ચોકમાં આ કામના આરોપી ઇમ્તીયાઝ સમા રે. જામનગરવાળાએ ફીરયાદી સામે કોઇ નાણાકીય વ્યવહાર કરેલ નહી હોવા છતાં તેને ગાળો બોલી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી વિજયભાઇને જાતી વિશે અપમાનજનક શબ્દો જાહેરમાં બોલી છરી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

યુવાને ગળાફાંસો ખાધો

મેઘપર પોલીસ સ્ટેશનમાં દૂર્યોધન મધુસુદન ગૂઇણ (ઉ.વ.૩૨) રહે. મોટી ખાવડી, તા.જિ. જામનગરવાળાએ જાહેર કરેલ છે કે કાલે મરણ જનાર તમલપાલ હઘરંજનપાલ (ઉ.વ.૨૫) રે. મોટી ખાવડી સમાજવાડી વાળી ગલી, પાલા વિરાભાઇના મકાનમાં તા.જિ. જામનગરવાળા બેકારીને કારણે જાતે પ્લાસ્ટીકની દોરીથી રૂમના ઉપરના પાઇપમાં જાતે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ છે.

પરણીતાએ દુપટ્ટો બાંધી આયખુ ટુકાવ્યું

સીટી-સી પોલીસ સ્ટેશનમાં મીઠુરામ શેખુભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૬) રહે. મયુરનગર જામનગરવાળાએ જાહેર કરેલ છે ક કાલે મરણ જનાર શશીકલા સત્યપ્રકાશ પ્રજાપતિ (ઉ.વ.૨૩) રહે. મયુરનગર શેરી નં. ૪ બાપા સીતારામ મઢુલી પાસે, પાણખાણ, જામનગરવાળાને તેને તેના પિયર મોકલવા માટે બે-ત્રણ મ્હિના પછી મોકલવાનું કહેતા લાગી આવતા જાતે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ મરણ ગયેલ છે.

(3:13 pm IST)