Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોરબીમાં બે અલગ - અલગ અકસ્માતમાં ૨ના મોત

મોરબી તા. ૧૯ : બેલા ગામ નજીક મોટર સાઈકલ લઈને જતા ત્રણ વ્યકિતને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોચી હતી તો તેમાંથી એક વ્યકિતનું સારવારમાં મૃત્યુ નીપજયું છે.જયારે બીજા બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામ નજીક ડમ્પર ચાલકે મોટર સાઈકલને પાછળથી ઠોકર મારતા મોટર સાઈકલ પાછળ બેઠેલ વૃદ્ઘાપર ડમ્પરનું ઙ્ગઆગળનું ટાયર ચડી જતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

મોરબીના પીપળી રોડ પર રહેતા અને મજુરી કામકરતા પરપ્રાંતીય મોહન જમનાભાઈ આદિવાસી(૨૭) પોતાના મોટર સાઈકલ પર મુકેશ અને કૃષ્ણકુમાર ઉર્ફે કિશન સાથે જતા હોય દરમિયાન બેલા ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક જીજે ૧૮વી ૭૦૦૪ના ચાલકે મોહનભાઈના મોટર સાઈકલને હડફેટે લઈને પછાડી ગંભીર ઈજાઓ પહોચાડી હતી અને કૃષ્ણ કુમાર ઉર્ફે કિશનનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું.

બીજા બનાવમાં મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અને મૂળ પાટણ રહેતા જતીન કનુભાઈ પટેલ(ઉ.૨૧) પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૪૧૩૯ લઇને ઙ્ગજતા હોય દરમિયાન પાછળ થી આવતા ડમ્પર જીજે ૩ એપી ૪૦૯૪ના ચાલકે મોટર સાઈકલને હડફેટે લઈને જતીનભાઈ સાથે રહેતા તેના મોટી બા દઈબેન કરશનભાઈ પટેલ(ઉ.૫૮)ને પછાડી દઈને તેના પર ડમ્પરનું આગળનું ટાયર ફરી જતા ઘટના સ્થળે મૃત્યું નીપજયું હતું.આ બન્ને બનાવની નોંધ મોરબી તલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકની હડફેટે ભેંસનું મોત

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અમૃતભાઈ ખીમજીભાઈ પટેલ તથા તેના સાહેદ તેની ભેંસ લઈને જતા હતા દરમિયાન અણીયારી ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક જીજે ૧૨ બીટી ૮૪૩૨ ને અમૃતભાઈની ભેંસ રોડ ક્રોસ કરતી હોય દરમિયાન તેને હડફેટે લઈને મોત નિપજાવ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં અમૃતભાઈએ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરણીતાને ધમકી

વાંકાનેર તાલુકા પંચાયતની સામે રહેતા મયુરીબેન પ્રતિકભાઈ ત્રિવેદી (ઉ.૨૫)એ મોરબી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છેકે,તેનો પતિ પ્રતિકભાઈ સુરેશભાઈ ત્રિવેદી રહે. મોરબી તાલુકા પોલીસ લાઈન તે છેલ્લા એક વર્ષથી જુના જગડાનો ખાર રાખીને માયુરીબેનને વારંવાર ઠપકો આપીને, તથા મયુરીબેન અને તેના માતાને ઢીકાપાટુંનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઙ્ગ

બાઇકની ચોરી

મોરબી પંચાસર રોડ રાજનગર સોસાયટીમાં રહેતા સાગર કૈલાસભાઈ બાવરવા (ઉ.૨૧)એ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છેકે. બે માસ પૂર્વે તે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે સિરામિક પ્લાઝમા કામઅર્થે ગયા હતા. તે દરમિયાન તેનું બાઈક નં. GJ36C1837 કિમત રૂ.૩૫૦૦૦ કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે. મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

 

(12:27 pm IST)