Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જુનાગઢ લેઉવા પટેલ મહીલા મંડળ

 જુનાગઢઃ મકર સંક્રાંતીના પર્વ નિમિતે સત્યમ સેવા યુવક મંડળ તથા જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૩૦૦ જરૂરીયાત મંદ પરીવારને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  મકર સંક્રાંતી પર્વ નિમિતે જીતુભાઇ લોઢીયાના પરીવાર મનીષભાઇ લોઢીયા, ધીરેન્દ્રભાઇ ધ્રુવ, રમેશભાઇ મારડીયા, રાજેશભાઇ લાલચેતા, વખારીયાભાઇ, ચંદ્રકાંતભાઇ સોની, જયોતીબેન સોની, ભાનુબેન લોઢીયા, જીગ્નેશભાઇ સોની, દામજીભાઇ બેચરભાઇ પરમાર વિગેરેના હસ્તે વિધવા તથા ત્યકતા બહેનો તેમજ વૃધ્ધાશ્રમ, અંધકન્યા છાત્રાલય, માયારામ દાસજી આશ્રમમાં મમરાના લાડું, ચવાણું, માંડવી પાક, તલસાકળી, વેફર્સ, ખીચડી, બીસ્કીટ પેકેટ તથા ધાબળા વિગેરેનું વિતરણ કરવામાં આવેલ હતું.  કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઇ વાજા, હરસુખભાઇ વઘાસીયા, કમલેશભાઇ પંડયા, અલ્પેશભાઇ પરમાર, સરોજબેન જોષી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી. કેશોદ ખાતે ચાલતા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ર૦૦ કુટુંબોને ઉતમભાઇ પુરોહીત દ્વારા કીટ વિતરણ કરવામાં આવેલ હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:25 am IST)