Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પોરબંદર-મુંબઇ વિમાન સેવામાં ભાડા વધારો પરત ખેંચવા ચેમ્બરની માગણી

પોરબંદર તા. ૧૯ :.. પોરબંદર - મુંબઇ વિમાની સેવાના ભાડાના દરમાં કરેલ વધારા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય ઉડયન મંત્રીને રજૂઆત કરી છે.

શહેરએ પૂજય મહાત્મા ગાંધીજી તેમજ કૃષ્ણસખા સુદામાની ભૂમિ હોય વિદેશી તથા ભારતના અન્ય રાજયોમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય ત્યારે ઘણા લાંબા સમય બાદ પોરબંદર-મુંબઇ-પોરબંદરની વિમાની સેવા ચાલુ કરવામાં આવેલ અને સામાન્ય લોકો પણ વિમાની સેવાનો લાભ મળી રહે તેવા હેતુથી સરકારશ્રી દ્વારા ટીકીટના દરમાં રાહત મળે માટે સબસીડીનો લાભ આપી ખરેખર પ્રશનનીય  અને સારી સુવિધાથી લોકો વિમાની સેવાનો ખુબ જ સારો લાભ લેતાં પરંતુ હાલમાં મનમાની અને મોનોપોલીનો ઉપયોગ કરી એકાએક વિમાની સેવાના દરમાં પ્રજાની જાણ કર્યા વગર અસહ્ય વધારો કરી સબસીડી ના લાભથી વંચિત કરી ઉઘાડી લૂંટ ચાલુ કરી હોય તેનો વિરોધ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:22 am IST)