Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગોંડલ રામનાથધામ અંબાજી મંદિરે ચોથો વાર્ષિક પાટોત્સવઃ ૨૯મીથી ત્રણ દિ' કાર્યક્રમો

ગ્રહશાંતિ હવન, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન

ગોંડલ તા.૧૯: ગોંડલ રમાનાથધામ અંબાજી મંદિરે ચતુર્થ વાર્ષિક પટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે તા.૨૯ને સોમવારે પ્રાતઃપૂજન સ્મૃતિ મંદિરે પ્રાયધિત વિધિ, દેહશુધ્ધિ,ગણપતિપુજા, સ્વસ્તિ પુન્યા વાંચન, મંડપ પ્રવેશ સ્થાપિત દેવોનું આહવાન પુજા ગુહશાંતિ હોમાત્મક શતચંડી પ્રારંભ, સાંયપુજા, આરતી, પ્રાથના, બીજા દિવસે તા.૩૦ને મંગળવારે પ્રાતઃપૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પુજન, સુર્ય અર્ધ્ય પુજન, સ્થાપિત દેવોનું પૂજન પ્રધાનહોમ ચાલુ, આરતી, પ્રાર્થના, તેમજ ત્રીજા દિવસે તા.૩૧ને બુધવારે પ્રાતઃપૂજન સ્મૃતિ મંદિરે ગણપતિ પૂજન સ્થાપીત દેવાનું પૂજન રજોપસાર પુજા, પાત્રાસાધન,, ધ્વજારોકણ, અન્નકુટ દર્શન સવારે ૧૦:૩૦ કલાકે સ્થાપિત દેવોનું ઉત્તર પૂજન હોમાત્મકશત ચંડીયજ્ઞ પુર્ણાહુતિ તેમજ બિડુ હોમવાનો સમય બપોરે ૧:૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

ઉપરોકત ચતુર્થ વાર્ષિક પાટોત્સવમાં માઇ ભકતોને દર્શનનો લાભ લેવા રમાનાથ ધામ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ અપાયું છે. આ ચતુર્થ વાર્ષિક પટોત્સવમાં આચાર્યશ્રી ચંપકલાલ ગીરધર લાલ રાજયગુરૂ બિરાજમાન થશે.

(11:21 am IST)