Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઉપલેટામાં ઇંગ્લીશ દારૂની મહેફીલ માણતા ૪ શખ્સો ઝડપાયા

ઉપલેટા તા. ૧૯ :.. વિજળી રોડ ચકલી ચોરા  પાસે પોલીસને મળેલી બાતમીના આધારે દારૂની મહેફીલ માણતા ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવેલ.

પોલીસે મનોજ દેસુર ડેર, વિરમ સાજણ ગોરીયા, સંજય હિરા ચાવડા, રૂતેષ ભીખાભાઇની ઇગ્લીશ દારૂ પીધેલ હાલતમાં ધરપકડ કરી છે. તથા ૧ શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની ૧ બોટલ કબ્જે કરેલ છે. પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

(11:20 am IST)