Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઉનાના ૩ વિદ્યાર્થીઓ ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ઝળકયાં

ઉના તા. ૧૯ :.. જુનાગઢમાં રાજય કક્ષાની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલીત શાહ એચ. ડી. હાઇસ્કુલમાં અભ્યાસ કરતો સંજયભાઇ બાંભળીયા જૂનીયર બોઇઝ  ટીમમાં  પ્રથમ ક્રમે વિજેતા થયો હતો.

મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી બારૈયા નેહલબેન દેવજીભાઇ ગ્લર્સ સીનીયર ટીમમાં તૃતીય ક્રમે તથા ગાંધી કન્યા હાઇસ્કુલની સોલંકી મનીસાબેન જીતેન્દ્રભાઇ જૂનીયર ગ્લર્સ ટીમમાં તૃતીય ક્રમે આવી વિજેતા બનતા ઉના તાલુકા કેળવણી મંડળનું ગૌરવ વધાર્યુ હતું આ તમામ સ્પર્ધકોએ ચંદ્રકાન પી. રાઠોડ, લલીતભાઇ બારૈયા, કાંતાબેન, ગંગાબેન શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ લીધી હતી.

(11:19 am IST)