Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાલીતાણામાં ૧૩ દીક્ષાનો ભવ્ય મહોત્સવ

રાજકોટ,તા.૧૯: મહાતીર્થ શ્રી પાલીતાણાની પાવન ભૂમિ ઉપર વર્તમાન પંચમ કાળમાં દીક્ષાના માર્ગને સુલભ બનાવી વિશ્વના ફલક ઉપર જૈન શાસનનો ડંકો બજાવનાર સુવિશાળ ગચ્છાધીપતી સ્વ.ગુરુદેવ આચાર્ય ભ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયમાં શ્રી સંવેગ રંગાશાળા નંદપ્રભા તળેટી રોડના આંગણે સરલતા અને સોમ્યતાની તેજમૂર્તિ સ્વ.આચાર્ય ભગવંત શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા. આદિમહાપુરુષોના દિવ્ય આશિષથી પ્રવર્તમાન સુવિશાળ ગચ્છાધીરાજ પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ પુણ્યપાલસુરીશ્વરજી મ.સા. આદિ ઠાણાઓની વિશાળ સંખ્યામાં  પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની તારક નિશ્રામાં તા.૧૫ થી તા.૨૨ને સોમવાર સુધી ૧૩ મુમુક્ષ મહારથી ભાઈબહેનોનો સંવેગ રંગોત્સવ દેદીપ્યમાન પણે ઉજવાઈ રહ્યો છે.

આ પંચમ વિશામકાળ કળીયુગમાં સંપતિ અને સુખોને તુચ્છમાની સર્પ જેમ કાંચળી ઉતારી દયે તેમ એકી સાથે દીક્ષા અંગીકાર કરવા તત્પર બનેલા સર્વ મુમુક્ષઆત્માઓના અભિનંદન અને અનુમોદના માટે યોજાયેલ આ ધર્મોત્સવ મુમુક્ષરત્નો જમનાદાસભાઈ (ચભાડીયા) દર્શનકુમાર (પોસલીયા), કોમલભાઇ (પાટણ), તનિષ્કકુમાર બુચુડાલા- ભેદાપુરા, ઓમકારકુમાર પાટણ-મુરબાડ તથા મુમુક્ષરત્ના પ્રજ્ઞાબેન (પરવડી), ખુશાલી કુમારી (રામસીન રાજસ્થાન), શ્રેયાકુમારી (માંડલા), યોગીશાકુમારી (ભુન્નર), દીપાબેન (મુરબાડ), ચેલનાકુમારી શિરોહી (બાવલી), નીધીકુમારી (સલકી) તથા કેન્વીકુમારી (મીઠીપાલડી) જૈન ભાગવતી પ્રવજર્યાનો સ્વીકાર કરી ગુરુકુળવાસ કરશે.દીક્ષા પ્રસંગના અનુષ્ઠાન કુમ્ભસ્થાપનથી મંગલપ્રારંભ સાથે વિધવિધ સુપ્રસિદ્ધ વિધિકાર અને સંગીતકારો સાથે પૂજા-પૂજન, મહાપૂજા, સંધ્યાભકિત, મહાઆરતી, વસ્ત્રરંગોત્સવ, છાબ, સંયમ સંવેદના, વિદાય અને પ્રવર્જયા અર્પણવિધિ શ્રી પાલીતાણા નગરીના આંગણે ભવ્યાતીભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે શ્રી તીર્થભૂમિ પાલીતાણાની સર્વ ધર્મપ્રિય જનતામાં અપૂર્વ અને અદભુત ધર્મોલ્લાસ છવાયો છે. પૂ્જ્ય ગચ્છાધીપતિ આચાર્ય ભગવંત શ્રી પુણ્યપાલ સુરીશ્વરજી મ.સા.ના સંયમલક્ષી સાર ગર્ભિત પ્રવચનોથી જનતા જનાદર્નના હૈયા ભીંજાઈ રહ્યા છે.

(11:15 am IST)