Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જામનગરમાં જીએસટી ટીમે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનું સાહિત્ય કબજે કર્યુઃ પ્રથમ વખત દરોડા

કર ચોરીની શંકાના પગલે ઠેર ઠેર દરોડાઃ લાખો રૂપિયાની વેરા ચોરી બહાર આવે તેવી સંભાવના

 જામનગર તા. ૧૯ :.. અહીં પ્રથમ વખત જીએસટી ટીમે દરોડા શરૂ કરતા વેપારીઓ ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ગઇકાલે સાંજે જીએસટી વિભાગની ટીમે જીઆઇડીસી ફેઇઝ-૩ માં પરફેકટ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાંથી ૩ થેલા સાહિત્ય કબ્જે કરીને સાથે લઇ ગયેલ છે. જીએસટી ટીમે અલગ અલગ જગ્યાએ ચેકીંગ કામગીરી કરી હતી. મોડી રાત્રી સુધી આ કામગીરી ચાલી હતી. જીએસટી ટીમ રાજકોટથી આવ્યાનું જાણવા મળે છે. આ દરોડાથી લાખો રૂપિયાની વેરા ચોરી બહાર આવશે.

(11:07 am IST)