Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

શિવ સાધનાથી ક્રોધ ઉપર સંયમ આવેઃ ગિરીબાપુ

શંકરની ઉપાસના કરવાથી ક્રોધ આવે તે વાત ખોટીઃ પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં શિવ કથામાં ઉમટતા ભાવિકો

પોરબંદર તા. ૧૯ : ગિરીબાપુની શિવકથામાંઙ્ગ ત્રીજા દિવસેઙ્ગ ગિરીબાપુ એ કથાના રસપાન માં બ્રહ્માજી નારદને કથા કહે છે તે નો સાર વર્ણવ્યો હતો. બ્રહ્મા નારદજીને કહેછે જે કોઈ માનવ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના દર્શન માત્રથી ધન્યતા થાય છે સર્વે પાપનો નાશ થાય છે શિવ ની કથા નો પ્રારંભ કરું એ પહેલા મારી એક વાતનો સ્વીકાર કરોઙ્ગ કે શિવ તત્વ ને હું નથી જાણતો પરંતુ વિષ્ણુ થોડું ઘણું જાણે છે વેદ તત્વ ને જાણવા માટે ચકિત બની જાય છે વારંવાર કોઈ છે ચિદાનંદ રૂપમ શિવો હમ ,જે હું વાર્તા લાપ કરું છું તે અનુમાન છે કોણ છે કયાં છે તેની મને ખબર નથી પણ છે જયાથી શિવઙ્ગ નિરાકાર તત્વઙ્ગ છે જેમ સૂર્ય એક કિરણો અનેક તેમ શિવના સ્વરૂપ અનેક છે સૂર્ય નહિ સાગર નહીં પેડ નહિ પહાડ નહિ દેવ નહિ દાનવ નહીં માનવ નહીં ઘનઘોર અંધકાર આ અંધકાર માં શું હતું કોણ હતુંઙ્ગ ખબર નહીં પણ કોઈ હતું.

નારદ એ તત્વને સમજાવવા માટે મારી પાસે શબ્દ નથી બ્રહ્મા નારદને કહે છે કથાના પ્રારંભે કોઈ મહાદેવની કે ભગવાનની નહિઙ્ગ વન્દના નહિ પરંતુ હું એ તત્વ ની વંદના કરું છુંઙ્ગ વિશ્વની અંદર વ્યાપક બનેલ તત્વ ને પ્રણામ કરું છું જે જગત ને પ્રકાશિત કરે છે તેને હું વંદન કરું છું ઘનઘોર અંધકાર માં તત્વ જેનું નામ નથી રૂપ નથી તે તત્વમાંથી આદિ પુરુષનું પ્રાગટ્ય થયું તે શિવ જે કઈ આપણે આંખોથી દેખાય તે શિવ અને શકિત છે અદભુત રૂપ છે ભગવાન શિવના પાંચ મુખ છે પંચમુખાં મહાદેવ કોઈ ગામડામાં પણ હોય છે મહાદેવની વંદના કરવાથી વેદનામાંથી છુટકારો મળે છે દેવતાઓને બે આખો હોય મહાદેવ ને ત્રણ નેત્ર, હવે તો બહેનો મોટા ચાંદલા નથી કરતી પહેલા મોટા ચાંદલા કરતી એક બહેને પીળો ચાંદલો કર્યો તો કે મારા પતિને કમળો થયો છે.

ચારો તરફ થી મહાદેવ દેખે છે ભીતર શું ભમે છે અને બહાર શું ભમે છે તે નોંધ કરે છે જેથી માણસનું તપ પરિપકવ થાય ત્યારે એકાંત માં વિચારો પર અને સમાજની વચ્ચે શબ્દો પર સંયમ રાખવો, વિચારો અને વાણી પર સંયમ રાખે તો દુનિયા જીતી શકાય, જીભ જીતી તેને જગ જીત્યું ,મહાદેવને કપાળમાં નેત્ર છે આકાશમાં ફેલાયેલ શંકરની જટા તેનો મુકુટ છે વિસ્તરેલી વિખાયેલી અને પથરાયેલી શંકરની જટા જાણે ઘેઘુર જંગલ માં વડલો હોય તેમાં સાપ વીંટળાયેલા હોય છે.

જગતના કલ્યાણ માટે જટામાંથી ગંગા વહે છે અતિ કઠિન જટિલ રૂપ છે, સાગર તટે ગુફાઓ તટે પર્વત તટે જંગલ માં શિવ બિરાજમાન છેઙ્ગ મહાદેવના પાંચ મુખ પાંચ અવતાર છે શિવ કયાં છે તો શિવ કયાં નથી એ એનો જવાબ છે અષ્ટ મૂર્તિ સ્વરૂપ છે પ્રથમ મૂર્તિ ભૂમિ છે ઘણા લોકો પૃથ્વીને પ્રણામ કરે, જયારે ઘણા લોકો બિસ્તર માંથી ઉભા થતા તમાકુ ની ફાકી પૃથ્વી પર થુંકે છે ત્યાર બાદ જળ ,અગ્નિ , વાયુ, આકાશ, આત્મા, સૂર્ય, ચંદ્રમા આ તમામમાં શિવ પુરા વિશ્વમાં સમાયેલ છે. જગત તારાથી રચાયેલ છે પુષ્પ દંતે પોતાના શ્લોકમાં ગાયું છેઙ્ગ પુષ્પ દંતે અનેક સ્ત્રોત રચ્યા છે.

એક એક સ્લોક યજ્ઞ છે યોગી મહાપુરુષ બાર વર્ષ કઠિન તપ કરે તે કથા સાંભળવાથી પુણ્ય મળે છે આમ કથા સાંભળનાર પણ તપસ્વી છે જળ ચેતનમાં સર્વત્ર ભગવાન વસેલા છે પ્રારંભ શિવ માધ્યમ પણ શિવ અને અંતિમ પણ શિવ છે શિવનું પૂજન અર્ચન કરવાથી તમામ દેવી દેવતા ઓ ને તૃપ્ત કરે છે જેમ વૃક્ષના મૂળને પાણી પાવાઙ્ગથી તમામ શાખા સુધી પાણી મળે છે તેથી વૃક્ષ ને ઘેઘુર ખીલેલ રાખવું હોય તો તેના મૂળ ને પાણી પાવવું જોઈએ એજ રીતે તમામ દેવી દેવતા ઓ ને માટે શિવ ને જળ અર્પણ કરવું જોઈએ આથી જળ અર્પણ કરનાર નો પરિવાર ખીલેલો રહે છે બાગને ખીલેલો રાખવો હોય તે માળી જાણે છે, ઘણા લોકો એવું કહે છે કે શંકર ની ઉપાસના કરવાથી ક્રોધ આવેઙ્ગ પરંતુ આ ખોટી વાતો છે શિવ સાધનાથીઙ્ગ ક્રોધ પર સંયમ આવે છે ક્રોધને આંખ હોવા છતાં અંધ હોય છે શિવલિંગની પૂજાથી પાંચ દેવતાની પૂજા થાય છે આ વાત બ્રહ્માજી નારદને કહે છે.

કોઈ પ્રસંગ હોય તો ગણેશજી પ્રથમ હોય ઘણા લોકો લગ્ન પ્રસંગ હોય તો મંડપમાંથી ગણપતિની મૂર્તિ ભાડે લાવે છે પણ ગણપતિનીઙ્ગ સારી મૂર્તિ ઘરમાં જ હોવી જોઈએ નિત્ય ગણેશની વંદના કરવી, મહાદેવના નામેઙ્ગ વહેંચાયેલ મહાપ્રસાદ ભકતોનેઙ્ગ આપવાથીઙ્ગ પણ શિવજીનું ફળ મળે છે.

ઘણા લોકો પ્રસાદ લેવા માટે ખચકાટ અનુભવતા હોય છે શંકરના જીવનમાં શણગાર નહિ સદ્ગુણ છે. શંકર તાંત્રિકોનો દેવ છે મેલી વિદ્યાનો દેવ છે એમ કહીને શંકર ભગવાનને ઘણા લોકો સમાજ માં અલગ રીતે વર્ણવે છે વિદ્યા કયારેય મેલીના હોય, દુનિયામાં મહાદેવ જેવા સમર્થ દેવ બીજા કોઈ નથી શિવાજી જયારે સામર્થ્ય આપે છે અને એ સામર્થ્યમાં સેવા ભળી જાય તો બેડો પાર થઇ જાય.(૨૧.૧૨)

(10:53 am IST)