Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરમાં પોલીસ ગ્રેડ-પે આંદોલન મામલે ગુન્હો નોંધાયા બાદ આપના પાંચ કાર્યકરોને પોલીસ સ્ટેશને બોલાવતા આપના કાર્યકરો પોલીસ સ્ટેશને ઉમટ્યા

જામનગરમાં પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના પાંચ કાર્યકરો સામે ગુનો નોંધાયા બાદ ગુરુવારે રાત્રે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સીટી બી ડિવિઝન પોલીસે ઉમટી પડ્યા હતા.

આજરોજ સવારના સાડા અગિયાર વાગ્યે આમ આદમી પાર્ટીના પાંચ હોદ્દેદારો આશિષભાઈ સોજીત્રા શહેર ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચણીયા શહેર ઉપપ્રમુખ ખજાનચી અશ્વિન વારા યુવા પ્રમુખ ધવલભાઇ ઝાલા સવારથી મિસિંગ હતા જે આ અંગે જાણવા મળતા તેઓને તમામને સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અટકાયત કરી લોક પ કરેલ હોય અને હજુ સુધી આ પ્રકરણમાં કોઈ જ નિવેડો આવતો નો દેખાતો હોય શહેર જિલ્લા તેમજ વોર્ડ ના તમામ કાર્યકર્તા તેમજ હોદ્દેદારો મિત્રોને સીટી બી ડિવિઝન ખાતે ઉપસ્થિત થવા તેમજ આ મેસેજ વધુ ને વધુ શેર કરવા અપીલ છે (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:25 pm IST)