Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ટંકારામાં બપોરે ઝરમર વરસાદઃ મગફળી-કપાસના પાકને નુકશાનની ભીતિ

ટંકારા : આજે પણ સતત બીજા દિવસે મોરબી અને ટંકારામાં વરસાદી વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ટંકારામાં બપોરે ઝરમર વરસાદ પડતા મગફળી અને કપાસના શિયાળુ પાકને નુકશાનની ભીતિ છે.

ખેડૂતોએ મહા મહેનત કરીને વાવેલ પાક તૈયાર થઇને વાડી-ખેતરોમાં છે ત્યારે માવઠાથી ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝૂંટવાઇ જવાની શકયતા છે.

(4:06 pm IST)