Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાવરકુંડલાના મેકડામાં ન્યુ સ્મશાન, કેમ્પસ, સ્નાનઘાટ, ઓવરહેડ ટાંકીનું લોકાર્પણ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૮ :. મેકડા ગામે દાતા શ્રી દ્વારા બનાવેલ ન્યુ સ્મશાન, કેમ્પસ તથા સ્નાનઘાટ તથા અવેડા ઉપર ઓવરહેડ ટાંકીનું લોકાર્પણ તથા મેકડા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લખાણી તથા ઉપસરપંચ અનિરૂદ્ધભાઈ ધાધલ તથા તમામ ગ્રામ પંચાયતના સભ્યોના પ્રયત્નોની મેકડા ગામે છેલ્લા પાંચ વર્ષના વિકાસના પાંચ કરોડના જેવા કે રોડ, રસ્તા, ગટર, પ્રોટેકશન દિવાલ, બ્લોક વગેરે કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમા જીલ્લા પંચાયતના પ્રમુખ પતિ જલ્પેશભાઈ મોવલીયા તથા માર્કેટયાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિભૂતિ તથા પીયુષભાઈ નારણભાઈ કાછડીયા, મનજીભાઈ તળાવીયા, પૂનાભાઈ ગજેરા, લલીતભાઈ બાલધા તથા જી.પં. સભ્ય રાહુલભાઈ રાદડીયા તથા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, મહામંત્રી ચેતનભાઈ માલાણી તથા જયસુખભાઈ સાવલીયા તથા મેકડા ગામ લાલજી મંદિરનાં મહંત સેવાદાસ બાપુ તથા ક્રિષ્નાનંદબાપુ તથા મેકડા ગામના સુરત વસતા ઉદ્યોગપતિઓ મગનભાઈ આકોલીયા તથા મગનભાઈ કાનપરીયા તથા રવજીભાઈ સાવલીયા વગેરે સુરત અને મુંબઈથી મેકડાના વતનીઓ તથા મેકડાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મેકડા ગામના દાતાશ્રી સ્વ. નારણભાઈ વશરામભાઈ તથા સ્વ. ભરતભાઈ નારણભાઈ માલાણી પરિવારના સભ્યો શ્રી પ્રવિણભાઈ નારણભાઈ માલાણી તથા તીલકભાઈ નારણભાઈ માલાણી તથા અલ્પેશભાઈ ભરતભાઈ માલાણીનું સન્માન મેકડા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લખાણી દ્વારા કરવામાં આવેલ અને તેમનો આભાર માનવામાં આવેલ હતો.

સંચાલન મેકડા ગામના તલાટી મંત્રી હરદેવભાઈ પંડયા અને આરોગ્યના કર્મચારી રમેશભાઈ બારૈયાએ કરેલ હતું.

(12:58 pm IST)