Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજુલા નજીક આવેલા ડેડાણ ગામે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ દ્વારા આયોજિત ૧૩માં સમૂહ લગ્ન સમારોહમાં ૪૦ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

સાંસદ નારણભાઈ કાછડીયા ,આર.સી. મકવાણા પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી , કૌશિકભાઈ વેકરીયા , સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૮ : રાજુલા નજીક ગામે સમસ્ત કોળી સમાજ આયોજિત ૧૩મો સમૂહ લગ્ન દીપ પ્રાગટ્ય ગુજરાત સરકારના મંત્રી. આર.સી મકવાણાએ કરી આ લગ્ન સમારંભ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સંતો  દેવેન્દ્ર દાસ બાપુ યોગેશ્વર દાસ બાપુ મેહુલ ભાઈ જોશી દ્વારા આશિર્વચન પાઠવ્યા હતા કોળી સમાજના પ્રમુખ બાબુભાઈ મકવાણાએ જણાવ્યું કે બદલાતા યુગમાં શિક્ષણ એકતા સંગઠન અને સમયે  બચાવ ખાસ જરૂર છે અન્ય સમાજ સાથે તાલ મિલાવવા માટે સમૂહ લગ્ન જરૂરી છે આ પ્રસંગે પૂર્વ સાંસદ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે અમે મુંબઈ વિસ્તારમાં પહેલા લગ્ન કરતા હતા હવે છેલ્લા વીશેક વર્ષથી રાજુલા જાફરાબાદ માં સમૂહ લગ્ન સાથે હવે સર્વજ્ઞાતિ લગ્ન પણ આયોજન કરીએ છીએ જેના કારણે આર્થિક નબળી સ્થિતિ વાળા લોકોને અને સમાજને ખૂબ જ ફાયદો થાય છેઅને આપણો સમાજ ગામડે ગામડે લગ્ન સમૂહ કરતો થયો છે તેથી હું રાજીપો વ્યકત કરું છું સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્યું કે સમૂહ લગ્ન અને શિક્ષણની વાત ઉપર ભાર મૂક્યો હતો સમારંભના અધ્યક્ષ રાજ કક્ષાના મંત્રી આરસી મકવાણાએ હવે સગઠ મહત્વનું પરિબળ છે શિક્ષણ એ પણ જરૂરી છે હવે આપણો સમાજ પણ અન્ય સમાજની જેમ ખુબ જ મહત્વનો સમાજ હશે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં આપણું સારું એવું પ્રભુત્વ છે તે જળવાઈ રહે તે જરૂરી છેઅમરેલી જિલ્લા ભાજપ  પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ગુજરાત અખિલ ભારતીય અમરેલી જિલ્લા કોળી સમાજના પ્રમુખ કરણભાઈ પટેલ તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રી ચંદુભાઈ બારૈયાએ પણ ભાજપ વિશે સંગઠન અને સમૂહ લગ્નની વાતો કરી હતી આ પ્રસંગે કોળી સમાજના અગ્રણીઓ દિવ્યેશભાઈ સોલંકી તથા  દરબાર શ્રી મહેશભાઈ સરપંચ શ્રી નટુભાઈ રમેશભાઇ પરમાર ભુપતભાઈ બારીયા ભાણા ભાઈ મકવાણા રઘુભાઈ ગુજરીયા દેવરાજભાઈ ખસિયા તથા રમેશભાઇ સાંકડ તથા રણછોડભાઈ મકવાણા માનવો ઉપસ્થિત રહ્યા હતા આમ ૪૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા સુંદર કામગીરી કરવા બદલ મહેમાનોએ બાબુભાઈ મકવાણા એ ભગીરથ કાર્ય સમૂહ લગ્ન કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

(12:58 pm IST)