Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરના નાઘેડી ગામે રહેણાક મકાનમાંથી ૧.૩૦ લાખની માલમતા ઉઠાવી જતો તસ્કર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: અહીં પંચ બી પોલીસ સ્ટેશનમાં ચીરાગભાઈ કાન્તીલાલ શીયાળ, ઉ.વ.૩ર, રે. નાઘેડી ગામ, માધવ રેસીડેન્સીમાં મકાન નં.૬/૧૪ તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧૧–ર૧ નાઘેડી ગામે ફરીયાદી ચીરાગભાઈના ઘરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ મકાનનો મેઈન દરવાજો તોડી તેમજ ઉપરના માળની બારીની ગ્રીલ કાઢી ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં રાખેલ કબાટ માંથી રોકડા રૂ.૩૦,૦૦૦/– તથા સોનાના દાગીના આશરે ચાર તોલા કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૧,૩૦,૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દિવાલ સાથે ટ્રક અથડાતા ઈજા

મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં નાજીરહુશેન ગુલમામદભાઈ સમા, ઉ.વ.ર૧, રે. વસઈ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૧ના પડાણા મટીરીયલ ગેઈટથી આગળ આરોપી ઉમરભાઈ ઈશાકભાઈ સમા, રે. વસઈ ગામવાળાએ ટ્રક નં. જી.જે.–૧૦–ટી.વી.–૭પ૧૯ વાળી પુરઝડપે બેફીકરાઈ ગફલતભરી રીતે ચલાવી રીલાયન્સ કંપનીની દિવાલમાં ભટકાડી ફરીયાદી નાજીરહુશેનને જમણા હાથના ભાગે ઈજા તથા આરોપી ઉમરભાઈએ પોતાના જમણા પગના ગોઠણના ભાગે ફેકચર કરી તથા જમણા હાથમાં ઈજા કરી રીલાયન્સ કંપનીની દિવાલમાં નુકશાન કરી ગુનો કરેલ છે.

લાલપુરમાં દારૂની બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૧ ના કે.વી.પાસે લાલપુરમાં આ કામના આરોપી હેમલ હસમુખભાઈ ઉર્ફે હકો સાદરીયા, ઉ.વ.ર૧, રે. લાલપુરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:56 pm IST)