Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પાકિસ્તાન જેલમાં ૪ થી ૫ વર્ષની સજા કાપીને સૌરાષ્ટ્રના માછીમારો વતનમાં: ૫૮૦ માછીમારોમાંથી અનેક બિમાર-તાત્કાલીક છોડાવોઃ નામમાં ગોટાળો થતા વધુ સજા કાપવી પડી

વેરાવળઃ પાકિસ્તાન જેલમાંથી મુકત કરાયેલ ૨૦ માછીમારો આજે સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં આવતા હરખના આંસુ પરિવારજનો અને માછીમારોની આંખોમાં છલકાયા હતા. આ તકે જેલ મુકત થયેલ માછીમાર યુવકે જણાવ્યુ હતુ કે ૫૮૦ માછીમારો પાકિસ્તાન જેલમાં સજા કાપી રહ્યા છે. જેમાં અમુક માછીમારો બિમાર છે. તાત્કાલીક આ માછીમારોને છોડવા જોઈએ. પાકિસ્તાન જેલમાં કોરોના સમયે અમોને રસી આપવામાં આવી હતી અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવાયુ હતુ. બાબુભાઈ કરશનભાઈ નામના નવાબંદરના માછીમારે જણાવ્યુ હતુ કે, પાંચ વર્ષથી જેલમાં બંધ હતો. આ દરમિયાન એક વખત જેલમાંથી મુકત થવાની સૂચના પણ મળી ગઈ હતી, પરંતુ નામમાં કોઈ ગોટાળો થતા મારી જગ્યાએ અન્ય માછીમારને છોડી દેવાયો હતો. તસ્વીરમાં પાકિસ્તાન જેલમુકત માછીમારો નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)

(12:56 pm IST)