Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગોંડલ રોડ કારખાનામાં આગ ૧ર લાખનું નુકશાન

ઇલેકટ્રીકના થાંભલામાં ધડાકો થયા બાદ કારખાનામાં શોટસર્કિટ થતા આગ લાગીઃ મશીનરી અને પ૦૦ કિલો પ્લાસ્ટીકના દાણા બળી ગયા

રાજકોટ તા.૧૮ : ગોંડલ રોડ પર પરીન ફર્નિચરની પાછળ આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં રાત્રે એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી  વિગત મુજબ ગોંડલ રોડ પરીન ફર્નિચર પાછળ આવેલા શ્રીક્રિષ્ના એસ્ટેટના શેડમાં આવેલ ''શ્રેયા પ્લાસ્ટીક'' નામના કારખાનામાં રાત્રે ઇલેકટ્રીક વાયરીંગમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગતા મનીષભાઇ નામના વ્યકિતએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં પ૦૦ કિલો પ્લાસ્ટીકના દાણા તથા મશીનરી બળીને ખાક થઇ ગઇ હતી. આગમાં અંદાજે ૧ર લાખનું નુકશાન થયું હોવાનું અને કારખાના પાસે ઇલેકટ્રીક થાંભલામાં શોર્ટ સર્કિટ થયા બાદ કારખાનામાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું કારખાનાના માલીક વિરજીભાઇએ જણાવ્યું હતું.

(12:26 pm IST)