Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધોરાજીના સુપેડી ગામે જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૮ :.. ધોરાજીના સુપેડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જૂગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતાં.

ધોરાજી પો. સ્ટે.નો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ માં હતો તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ હોય કે સુપેડી ગામે રહેતા પરસોતમ ગોપાલદાસ વીરપરીયા રહે. સુપેડી ગામે આવેલ ટાકાવાળી શેરી પશુદવાખાના પાસે વાળો પોતાના રહેણાંક મકાને બહારના માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોય રેઇડ કરતા મકાન માલીક (૧) પરસોતમભાઇ ગોપાલદાસ વીરપરીયા રહે. સુપડી ટાકાવાળી શેરી પશુ દવાખાના પાસે (ર) નાનાલાલ હરજીભાઇ ઝાલાવાડીયા રહે. સુપેડી સ્ટેશન પ્લોટ, મેઇન રોડ, (૩) અમીત કાંતીલાલ ગોવાણી રહે. સુપેડી ટેલીફોન એકક્ષચેન્જ પાસે, (૪) અશ્વની વલ્લભભાઇ ગોવાણી રહે. સુપેડી ગામ સરદાર સોસાયટી બગીચા પાસે, (પ) જમનાદાસ કરશનભાઇ ગોર રહે. સુપેડી ગામ સ્ટેશન પ્લોટ શેરી નં. બે તથા (૬) નટવરલાલ ઉર્ફે એન. સી. છગનભાઇ ગોવાણી રહે. સુપેડી ગામ ચામુંડા ગરબી ચોકને રોકડા રૂ. ૩૬૩૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં એચ. એ. જાડેજા પોલીસ ઇન્સ્પેકટર રમેશભાઇ બોદર એ. એસ. આઇ., અશોકસિંહ જાડેજા એ. એસ. આઇ. લાજીભાઇ જાંબુકીયા પો. હેડ કોન્સ. બાપાલાલ ચુડાસમા પો. કો. સહદેવસિંહ ચૌહાણ પો. કો. સુરપાલસિંહ જાડેજા પો. કો. તથા રાજુભાઇ કીહલા ડ્રા. પો. કોન્સ. સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:21 pm IST)