Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બોટાદમાં હનુમાન ચાલીસા કથાનો કાલે વિરામ

  વાંકાનેર  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપુરધામ ના કોઠારી સ્વામી પ પૂજ્ય શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શ્રીજી આનંદ ડેવલોપર્સ - રણજીતભાઈવાળા તથા હિરેનભાઈ પટેલ દ્વારા બોટાદ ના આગણે અહીંના સરકારી હાઈસ્કૂલ ના વિશાળ ગ્રાઉન્ડ માં સ્ટેશન રોડ, બોટાદ ખાતે તા, ૧૩ મીથી શ્રી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ થયેલ છૅ જે કથામાં વકતા પ, પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) પોતાની મધુર વાણી સાથે શ્રી હનુમંત ચરિત્રની અદભુત શ્રી હનુમાન ચાલીસાની કથાનું રસપાન અનેરા સંગીતની શેલી સાથે કરાવી રહયા છે. કથા માં પૂજ્ય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી ઍ કહેલ કે આ મનુષ્ય દેહ આપણે ભગવાને આપેલ છૅ તૉ તમે સુખી સપતિ ધરાવતા હોય તૉ જરૂર કોઈ ને મદદરૂપ થજો,, આવા સત સેવાના કાર્યો કરજો, જો કુછ લાયે હૌ વહ યહી પૂર્ણ કરકે જાઉં ભગવાન કી મરજી વૈસા હી હોગા, સમાજ કી સેવા ઔર ધર્મ કા ખ્યાલ રખના વહી સચ્ચા ધર્મ હૈ, ભગવાન તૉ બહુત દયાળુ હૈ, સબ કુછ દેતે હૈ,, આ કલિયુગ પર્વ માં ભજન કરવું,, ભજન કરને સે હી આગે કી ગતિ શુભ હોતી હૈ, લેકિન યે તૉ સબ જન્મો જન્મ કા મૈલા હૈ,, સુખ દુઃખ આતે હૈ હી રહેગે જીવન મે, સંત છૅ ઈ ભગવાન સુધી પહોંચાડે છૅ મહા પુરુષો , આ સંતો કહે છૅ જે કોઈ ૧૧ શ્રી હનુમાન ચાલીસા ના પાઠ કરે એને જીવનમાં શાંતિ મળે છૅ ,, ઔર દેવતાં ચિત્ત ન ધરઈ, હનુમંત સેઈ સર્વ સુખ કરઈ,, ગઈકાલે કથા માં હજારો ભાવિકો ઉમટ્યા હતા અને પોથીજી ની આરતી માં અનેક લોકોએ લાભ લીધેલ હતો જે કથા નો સમય રાત્રે ૮.૩૦ થી ૧૧ ૅં ૦૦ સુધીનો છૅ જે કથા ની પુર્ણાહુતી તા.૧૯/૧૧ /૨૧ ના રોજ છૅ બોટાદ ની શ્રી હનુમાન ચાલીસા કથામાં વિશાળ સમીયાણો આખો ભરાય છૅ દૂર દૂર થી દાદા ના ભકતજનો પધારે છેૅ અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી ના મધુર કંઠ માં અનેરા સંગીત સાથે કથા સાંભળવી એ પણ એક જીવનમાં લ્હાવો છે શ્રી હનુમાન ચાલીસા કથાને સફળ બનાવવા માટે અનેક સંસ્થાઓ મંડળો, બોટાદ શહેર ના ગ્રામજનો, દાદા ના ભકતજનો દિવસ રાત જોયા વગર જહેમત ઉઠાવી રહયા છૅ જે જગત સ્વામી એ ગઈકાલે કથાના પ્રારંભમાં સહુ ભકતજનોનો આભાર વ્યકત કરેલ હતો (તસ્વીરઃ હિતેશ રાચ્છ, વાંકાનેર (સાળંગપુર)

(12:20 pm IST)