Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પ્રેમજાળમાં યુવતીને ફસાવી તળાજાની ભાગોળે હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૮ : ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક ખાતે આજે ગામડે રહેતી એક ત્રેવીસ વર્ષીય ધો.૮ સુધીનો અભ્યાસ કરેલ યુવતી પરિવાર જનો સાથે આવી હતી.યુવતી નો આરોપ હતોકે ચણિયાળા ગામના એક યુવકે પોતાને અઢીવર્ષ પહેલાં પ્રેમજાળમા ફસાવી હતી.મોબાઈલ ઉપર રોજિંદાવાત થતી હતી.યુવકે તળાજા ની ભાગોળે આવેલ હોટલ માં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચરી તેનો વિડીઓ ઉતારેલ હતો.બાદ વિડીઓ વાયરલ કરવાની ધમકી આપી ને પોતે અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો.

ભોગ બનનાર યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી.જેમાં તેઓએ આરોપ મૂકયો હતોકે અલંગ પો.સ્ટે નીચે આવતા ચણિયાળા ગામના શખ્સ સાથે અઢીવર્ષ પહેલાં સબંધ બંધાયેલ.એ સબંધ ને લઈ મોબાઈલ પર વાત થવા લાગી હતી. પ્રેમજાળમાં બાંધી યુવતીને તળાજા ની મહુવા ચોકડી પર આવેલ કુકર્મ માટે કુખ્યાત બનેલ એક હોટલના રૂમમા બોલાવેલ. યુવકે મોબાઈલમાં થતી વાતચીતનું રેકોર્ડિંગ યુવતીને સંભળાવેલ. પોતાની સાથે શરીર સબંધ નહિ બાંધે તે રેકોર્ડિંગ યુવતીના કાકા સહિતનાને સંભળાવી દેવાની ધમકી આપેલ.આથી યુવતીના દાવા મુજબ નાછૂટકે યુવતીને કહેવાતા પ્રેમી યુવાનના તાબે થવું પડયુ.

યુવતી તાબે થતા જ યુવકે તેનોપણ હોટલ ના રૂમમાં જ અશ્લીલ વિડીઓ બનાવી લીધો હતો. બાદ અનેક વાર યુવતી ને વિડીઓ વાયરલ કરવાની ધમકી આપી બોલાવતો તળાજા અને કયારેક યુવતીને ઘરે પણ જઈ દુષ્કર્મ આચરતો હતો.

આજે અઢી વર્ષબાદ શા માટે ફરિયાદ કરવા આવ્યા? તેવા સવાલમાં યુવતીએ જણાવ્યું હતું કે યુવકને મારૃં વેવિશાળ થયાની જાણ થતાંજ તેમણે વેવિશાળ તોડાવી નાખવાની ધમકી આપી હતી. બાદ એક અઠવાડિયા પહેલા રૂમમાં ઉતારેલ અશ્લીલ વિડીઓ યુવતી જે ગામમાં રહે છે ત્યાં ના લોકોમા વાયરલ કરી દેતા સમગ્ર મામલો પરિવાર જનો સુધી પહોંચતા યુવતીએ પરિવાર જનોને સમગ્ર હકીકત થી વાકેફ કર્યાહતા.જેને લઈ પરિવાર જનો પોતાની દીકરી ને લઈ તળાજા પોલીસ મથકે આવતા પોલીસે યુવતીનું નિવેદન,પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

યુવતીને તળાજાની મહુવા ચોકડી પર આવેલ શિવરંજની હોટલમાં બોલાવી હતી. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરેલ.અને તેનો વિડીઓ ઉતારેલ હતો. હોટલ સંચાલકનો રોલપણ આ મામલે પોલીસ ચકાસશે.

યુવતીના દાવા આરોપ મુજબ ચણિયાળા ગામના જે યુવાને પોતાને પ્રેમજાળમાં ફસાવી તે ત્રણ સંતાનનો પિતા હોવાનું યુવતીને પાછળથી જાણવા મળેલછે. આ યુવકે યુવતીને પોતે કુવારો હોવાનું કહી લગ્નની લાલચ આપી ને આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ પણ લઈ લીધા હતા. યુવકની વાતનો જો યુવતી વિરોધ કરેતો યુવતી સહિત તેના પરિવારજનોને મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.

તળાજા પોલીસ અધિકારી જે.કે.મૂળિયા એ જણાવ્યું હતુંકે યુવતી ની ફરિયાદ નોંધાવની કાર્યવાહી ચાલુ છે. આરોપી ચણિયાળા ગામનો હરેશ ચુડાસમા છે. પ્રથમ વખત યુવતીને તળાજાની શિવરંજની હોટલ ખાતે બોલાવેલ અને ત્યાં વિડીઓ ઉતારેલ છે. યુવતી એ યુવક વિરૂદ્ઘ અન્ય ઈસમો સાથે પણ શારીરિક સબંધ બંધવાતો હોવાના આરોપ લગાવ્યા હતા જે પોલીસે નકારી યુવતીના અમુક આરોપોનું ખંડન કર્યુ હતું.

અઢી વર્ષથી ત્રણ સંતાનનો પિતા કુંવારી યુવતીને પ્રેમ જાળમા ફસાવી શોષણ કરતો હતો.યુવતી સાથે ઓરલ સેકસ સહિતનો વિડીઓ ઉતારેલ હતો. ચારેક વિડીઓ ઉતાર્યા હતા.યુવતીનું વેવિશાળ થતા આરોપી ગુસ્સે ભરાયો હતો ને વિડીઓ વાયરલ કરી દેતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો.

(11:46 am IST)