Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામજોધપુરના પાટણ ગામમાં વડોદરાની વિજિલન્‍સ ટીમે દરોડો પાડી પથ્‍થરની ખાણમાંથી મોટુ વીજ ચોરીનું કૌભાંડ પકડી પાડયું

જામજોધપુર તા.૧૮ : પાટણ ગામમાં પથ્‍થરની એક ખાણમાંથી ૯૦ લાખની વીજ ચોરી પકડાઇ છે. જેમાં એક ગેરકાયદે ટ્રાન્‍સફોર્મર ખડકી દેવાયું હોવાનું પણ ધ્‍યાનમાં આવ્‍યું છે.
વડોદરાની જીયુવીએનએલ વડોદરાના એડી ડી.જી.પી. અનુપમસિંગ ગેહલોતના માર્ગદર્શન હેઠળ વીજીલન્‍સ ટુકડીએ મોડી રાતે જામજોધપુર પંથકમાં ઓચિંતા દરોડા પાડયા હતા અને પાટણ ગામની સીમમાં પથ્‍થરના બેલા કાપવાની એક ખાણમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જયાં ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું હતુ.
ખાણ માફીયાઓ દ્વારા વીજ તંત્રની મંજુરી વિના એક મોટુ પ્રાઇવેટ વિજ ટ્રાન્‍સફોર્મર  ખડકી દેવામાં આવ્‍યું છે અને તેના માધ્‍યમથી વીજ ચોરી કરીને પથ્‍થરની ખાણ ચલાવવામાં આવતી. જેથી સ્‍થાનિક તંત્રની ટુકડીઓને બોલાવ્‍યા પછી રોજ કામ કરવામાં આવ્‍યું અને વીજ ટ્રાન્‍સફોર્મર વગેરે કબ્‍જે કરી લઇ તેઓને અંદાજે ૯૦ લાખના  વીજ ચોરીના બિલો ફટકારવામાં આવી રહયા છે. સાથો સાથ ખાણ માફીયાઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઇ છે. આ કાર્યવાહીને લઇને વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.
સ્‍થાનિક વીજતંત્રને અંધારામાં રાખીને વડોદરાની ટીમની વીજ ચેકિંગની કાર્યવાહીમાં કુલ એક કરોડથી વધારેની વીજ ચોરી પકડાઇ છે. જેથી ભારે હલચલ મચી ગઇ છે.


 

(11:14 am IST)