Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મોરબીઃ આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાને બઢતી

મોરબી, તા. ૧૮ :. તાલુકાના શકિતનગર રવાપર નદી ગામના અને ભારતીય સૈન્‍યમાં જુનિયર કમિશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ૧૯૯૪માં સૈન્‍યમાં ભૂમિસેનામાં સૈનિક તરીકે જોડાયા હતા અને તેઓને સુબેદાર તરીકે બઢતી મળેલ છે.
તેઓના મોસાળ પક્ષમાં તેમના નાના જૂનિયર કમિશન ઓફિસર હતા તેમના મામા ઓનનરી કેપ્‍ટન હતા. હાલ સેવાનિવૃત છે. સહદેવસિંહને નાનપણથી જ લશ્‍કરમાં જોડાવાનો શોખ હતો. તેમના બઢતીના સમાચાર આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.


 

(10:19 am IST)