Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા 103 પોલીસકર્મીઓને નવા બેજ સાથે બઢતી અપાઈ

મુન્દ્રામાં થયેલી રૂ. 8 લાખની ચોરીના આરોપીની શોધ થઈ જતાં પોલીસ ટીમોને સન્માનિત કરાઈ

ભુજ ; પશ્ચિમ કચ્છ પોલીસના અધિક્ષક સૌરભ સિંહ દ્વારા હાલમાં જ 103 પોલીસકર્મીઓની બઢતી કરવામાં આવી હતી.જિલ્લા તાલીમ ભવન ખાતે આ 103 કર્મીઓને નવા બેજ સાથે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે વિવિધ વિભાગોમાં બઢતી આપવામાં આવી હતી. સાથે જ મંગળવારે મુન્દ્રામાં થયેલી રૂ. 8 લાખની ચોરીના આરોપીની શોધ થઈ જતાં પોલીસ ટીમોનો સન્માન કરાયો હતો.

(12:12 am IST)