Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં ૨૬ વર્ષ બાદ નવી બોડી:તમામ હોદેદારોની બિનહરીફ વરણી કરાઈ

નવનિયુક્ત પ્રમુખ જયંતીભાઈ પટેલે કહ્યું મોરબી શહેરને કોર્પોરેશન મળે તે પ્રાથમિકતા રહેશે

 

મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા ૨૬ વર્ષથી ચુંટણીઓ યોજવામાં આવી ના હતી અને ૨૬ વર્ષ બાદ ચુંટણી યોજાય તે પૂર્વે નવા હોદેદારોની બિન હરીફ વરણી થઇ છેજેમાં પ્રમુખ તરીકે જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ત્રંબકભાઈ શીવાભાઈ ફેફર, જયેન્દ્રસિંહ (જયુભા) ઉદયસિંહ જાડેજા, સવજીભાઈ ત્રિભોવનભાઈ કાલરીયા, અને રતિલાલ લાલજીભાઈ આદ્રોજા તેમજ મહામંત્રી તરીકે અમિતભાઈ રમેશભાઈ સચદે, સહમંત્રી તરીકે ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા અને હેમલભાઈ ભગવાનજીભાઈ શાહ જયારે ખજાનચી તરીકે બચુભાઈ ભુરભાઈ અગોલાની વરણી કરવામાં આવી છે

બિનહરીફ વરણી પામેલ ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત  પ્રમુખ જયંતીભાઈએ જણાવ્યું હતું કે વિકસિત મોરબી શહેરને કોર્પોરેશન મળે તે પ્રાથમિકતા રહેશે તે ઉપરાંત સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ યોગ્ય કક્ષાએ રજૂઆત કરશે અને પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે

(1:01 am IST)