Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ધોરાજી ભાદર-ર ડેમની ખેડૂતોની જમીન સંપાદન વળતર કેસઃ ર૦ કરતા વધુ કચેરીઓનું ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવા આદેશ

ગોંડલ તા. ૧૮: ધોરાજી ભાદર-ર ડેમની ખેડૂતોની જમીન સંપાદનના વળતર મુદ્દે ભાદર-ર ડેમમાં તરવડા અને ભૂખી ગામના ખેડૂતોની જમીન સંપાદનના કેસમાં વળતરનો કેસ જમીનના મીટરના રૂપિયા ૧૦૦૦/- ની માંગ સાથે કર્યો હતો. આ કેસમાં ખેડૂતોને વળતર ચૂકવવાનો ધોરાજી કોર્ટે આદેશ કર્યો છે.

કોર્ટના વારંવારના આદેશ અને વોરંટના અંતે પણ ખેડૂતોને વળતર ચૂકવવાનું પાલન સરકાર કરતી ન હતી. કોર્ટે સબ રજીસ્ટ્રાર, જમીન સંપાદન, ઇરીગેશન સહિતની ર૦ કરતાં વધુ કચેરીઓનું ફર્નીચર કોમ્પ્યુટર સહિતનો મુદામાલ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશ મુજબ વિવિધ કચેરીમાં જપ્તીની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(4:04 pm IST)