Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કેશોદ તાલુકામાં રોજીરોટી કમાવા આવેલ પરપ્રાંતીય મજુરો પરત રવાના

 કેશોદ તા.૧૮:  ંદર વર્ષે મગફળીના પાક તૈયાર થવા સમયે પરપ્રાંતીય મજુરો ખેત મજુરી કરવા આવેછે. એકાદ મહીનાના રોકાણ બાદ ખેતીની સીઝન પુર્ણ થતા પરપ્રાંતીય મજુરો પોતાના વતન તરફ જવા રવાના થાયછે.

કેશોદ તાલુકામાં મગફળીનો પાક તૈયાર થવાની શરૂઆત થતાની સાથે પરપ્રાંતીય મજુરો પરિવાર સાથે રોજીરોટી કમાવા ખેત મજુરી માટે કેશોદ તાલુકામાં મોટી સંખ્યામાં આવેછે. કોઈ મજુરો ગામ આજુબાજુના વિસ્તારમાં તો કોઈ મજુરો ખેડુતોની વાડીએ રહેણાંક બનાવી ખેત મજુરી કામ કરેછે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે ખેત મજુરી કરવા આવેલ ખેત મજુરોની ભારે ખેંચ જોવા મળી હતી ત્રણસો રૂપીયાથી ચારસો રૂપીયા સુધીના મજુરીના ભાવ મજુરોને મળેલ હતા. હાલમા મગફળીની સીઝન પુર્ણતાના તરફ હોય ત્યારે મોટા ભાગના પરપ્રાંતીય ખેત મજુરો પોતાના વતન પરત જવા રવાના થઈ રહ્યા છે ત્યારે પરપ્રાંતીય મજુરોની બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી રહીછે.

(1:56 pm IST)