Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે : જામનગરમાં ભાજપ દ્વારા ધરણા

જામનરગ, તા. ૧૮ : યુપીએ સરકાર ના કાર્યકાળ દરમ્યાન અનેક વખત ભારતીય વાયુ સેનાએ આધુનિક લડાયક વિમાનો શસ્ત્રો વગેરેની માંગણી કરેલ, ૨૦૧૪જ્રાક્નત્ન એન.ડી.એ સરકાર ને ઐતિહાસિક બહુમતી મળતા વાયુ સેનાની માંગણી અનુસાર રાફેલ યુદ્ઘ વિમાનની ખરીદી કરી. કારમી હાર થી હતાશ, કાઙ્ખંગ્રેસ અને કોંંગ્રેસ ના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદા ને અનુસનધાને કથિત ભ્રષ્ટચાર ગણાવી ભારતના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી એટલુંજ નહિ, આ મુદ્દે કોર્ટે પણ રાહુલ ગાંધીની વાણી ની ગંભીરનોંધ લીધી તથા, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ વાળી પારદર્શી અને ભ્રષ્ટાચાર મુકત કેન્દ્રસરકાર કે જેને સુપ્રિમ કોર્ટે કલીન ચીટ આપી., તેના વિશે રાહુલ ગાંધીએ વાણી વિલાસ કર્યા. ભારતના નાગરિકો ઈચ્છે છે કે રાહુલ ગાંધી દેશ ની માફી માંગે. અને પ્રજાની આ લાગણી ને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તર ના આ કાર્યક્રમ માં જોડાયેલ. જામનગર ખંભાળિયા ગેઇટ, માધવરાય મન્દિર પાસે, રાહુલ ગાંધી દેશ ની જનતા ની માફી માંગેની માંગણી સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રતીક ધરણા નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાદ્યવજીભાઈ પટેલ, શહેર મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બામણિયા, જિલ્લા મહામંત્રી ડો. વિનોદભાઈ ભંડેરી, મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઇ કરમુર, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ, શિશિર કટારમલ, સંદીપ સોલંકી, ચંદ્રસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, મનીષ કટારીયા, મહેશ વિરાણી, વિજયરાજસિંહ ગોહિલ, ભાવેશ ઠુમમર, કમલા સિંગ રાજપૂત, પ્રકાશભાઈ કનખરા, મનહરભાઈ ત્રિવેદી, રાજુભાઈ નાનાની, ચીનાભાઈ, યોગેશ કનજારીયા, વિનોદભાઈ ગોંડલીયા, પ્રગણેશભાઈ ભટ્ટ, દિલીપ ભાઈ જોઈશર, વસંતભાઈ ગોરી, દિનેશ ગજેરા, અરવિંદ સભાયા, ભરત મહેતા, દિલીપસિંહ ચુડાસમા, નારણભાઇ મકવાણા, જયેન્દ્રસિંહ ઝાલા, મનીષ કનખરા, ખુમાનસિંહ સરવૈયા, ભાવેશભાઈ કોઠારી, દર્શન ત્રિવેદી, નરેન ગઢવી, વેલજીભાઈ નકુમ, પિયુષ પરમાર, અશોક વસીયર, ગોપાલભાઈ સોરઠીયા, દીપકિસંગ ચૌહાણ, બ્રિજરાજસિંહ સોઢા, કેશુભાઈ માડમ, પ્રતિભાબેન કનખરા, જડીબેન સરવૈયા, ક્રિષ્નાબેન સોઢા, અમીબેન પરીખ, મોનિકાબેન વ્યાસ, ભવિષાબેન ધોળકિયા, મેદ્યનાબેન હરિયા, ડિમ્પલ રાવલ,ઙ્ગ અલકબા જાડેજા, કુસુમબેન પંડ્યા, પ્રફુલા બેન જાની, શારદાબેન વિંઝુડા, રચનાબેન નંદાણીયા,ઙ્ગ દયાબેન પરમાર સહિત શહેર સંગઠન ના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સિકસનસમિતિના સભ્યો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિ ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષભાઈ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:49 pm IST)