Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગર અલોહા એશ્યોર એકેડમી જોલી બંગલો સેન્ટરના વિદ્યાર્થીઓની તૈયારીઓ પૂરજોશમાં

રાજ્યકક્ષાની માનસીક અંકગણીત સ્પર્ધા ''બેટર ઓફ બ્રેઇન'' અમદાવાદ ખાતે યોજાશે

જામનગર તા.૧૮: આગામી તારીખ ૨૪ નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની મેન્ટલ એરીથમેટીક એટલેકે માનસીક અંકગણીતની રાજ્યસ્તરની સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાનાર  છે. આ સ્પર્ધા માટે જામનગરની સૌથી માનીતી એશ્યોર એકેડમી એટલેકે જોલી બંગલો સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે.

એશ્યોર એકેડમીના વિદ્યાર્થીઓ હર હંમેશ સૌથી આગળ જ હોય અને સૌથી ઉત્કૃષ્ઠ પર્ફોર્મન્સ માટે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે.

રાજ્યસ્તરની સ્પર્ધા ઓ.એમ.આર અને નોન ઓ.એમ.આર પધ્ધતિથી લેવામાં આવતી હોય છે જેમાં વય તેમજ લેવલ મુજબ વિદ્યાર્થીઓને ૬ મિનીટના સમયગાળામાં ૭૦ થી ૧૨૦ જેટલા દાખલાઓ ગણવાના હોય છે. આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સ્પીડ, એકાગ્રતા, તથા નિડરતા જેવી અનેક આવડતમાં ખુબજ વધારો થતો જોવા મળે છે. એશ્યોર એકેડમી સતત ૧૫ વર્ષથી વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્પર્ધામાં માટે તૈયાર કરતી આવી છે. એકેડમીએ વિદ્યાર્થીઓ માટે ખાસ અલગ પ્રકારની ફોર્મેટ ડીઝાઇન કરેલ છે જેનાથી વિદ્યાર્થીઓની અનેક સ્કીલ્સમાં વધારો થાય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ ગમ્મતની સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકવા માટે તૈયાર પણ થાય છે.

ગત વર્ષોમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ પર વિજેતા થઇ ચુકયા છે. આતકે જામનગરના દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓને આગામી મંગળવારના (તા.૧૯ નવેમ્બર)રોજ સાંજે ૫ વાગ્યે અમારા વિદ્યાર્થીઓના અસામાન્ય પર્ફોર્મન્સને નિહાળવા આમંત્રણ આપીએ છીએ. આપ પણ આપના બાળકને અલોહા પ્રોગ્રામમાં જોડાવી આગામી સ્પર્ધામાં ભાગ લઇ શકો છો. રસપ્રદ વિદ્યાર્થીઓના વાલી મો.૯૮૯૮૧ ૯૯૯૫૮ અથવા ૦૨૮૮-૨૫૬૭૩૭૩/ ૭૪. ઉપર સંપર્ક કરી શકે છે.

(1:47 pm IST)