Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જગા મેડી વિસ્તારમાં કમોસમી વરસાદથી કરોડોનું નુકસાન

ફલ્લા વિસ્તારમાં પણ વરસાદ વીલન બન્યો

ફલ્લા તા.૧૭ : જામવણથલી નજીકના જગા અને મેડી ગામે તા.૧૪ના રોજ આવેલ પવનના જોરદાર સુસવાટા સાથેનાં વરસાદની ખેડુતોનાં ઉભા પાકની ભારે નુકસાની પણ છે. આ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં  તલીનો ઉભા પલળી ગયા હતા. જયારે મગફળી, કપાસ અને બોરનાં મોલનો ભારે પવન અને વરસાદની સાથે બળી ગયો હતો. જગાના ખેડુત આગેવાન વલ્લભભાઇ ભાલોડીયાએ સરકાર દ્વારા નુકસાનીનું સરવે કરી, યોગ્ય વળતર આપવાની માંગણી કરી હતી. અહીં એક બળદનું મૃત્યુ થયુ હતુ. ફલ્લા વિસ્તારમાં પણ પાડેલા વરસાદથી ખેડુતોના ઉભા મોલને પારાવાર નુકસાન થયુ છે. ફલ્લા નજીકનાં ગામોમાં હવે આ કમોસમી વરસાદ વિલન બની ગયો છે. આ વિસ્તારમાં ભારે નુકસાની થઇ છે. ઝાડવાનો સોથ વળી ગયો છે.

(1:46 pm IST)