Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બિન સચિવાલયની પરીક્ષામાં ન્‍યાય આપવા સુરેન્‍દ્રનગરના વિદ્યાર્થીઓની માંગણી

વઢવાણ, તા. ૧૮ : સુરેન્‍દ્રનગર શહેરની એમ પી શાહ કોમર્સ કોલેજ ના 3 વર્ગખંડમાં બિન સચિવાલય ક્‍લાર્ક ની પરીક્ષા મા ગેરરીતિ બહાર આવી હોવાનું મોટા પાયે હોબાળો મચતાં શિક્ષણ જગતમાં કલંકિત દ્યટના ગણાવાઈ રહી છે ત્‍યારે આ ભાજપની સરકારમાં આ અગાઉ એસટી પરીક્ષામાં પણ ગેરરીતિ થયેલ હતી જયારે પોલીસ પરીક્ષા માં પણ ગેરરીતિના બનાવો બન્‍યા હતા ત્‍યારે આગાઉ તલાટીની પરીક્ષામાં પણ મોટાપાયે ગેરરીતિ થયેલ હોવાનું હોબાળા સાથે બહાર આવ્‍યું હતું આમ છતાં પણ વિદ્યાર્થીઓને  ન્‍યાય ન મળ્‍યો ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર એમ પી શાહ કોમર્સ કોલેજ માં જયારે બિન સચિવાલય ક્‍લાર્ક ની પરીક્ષા માં ગેરરીતિ જયારે ધ્‍યાનમાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં અને જિલ્લામાં મળીને ૪૦ હજારથી વધુ બેરોજગાર વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી છે.

એમ પી શાહ કોમર્સ કોલેજમાં પ્રિન્‍સિપાલ ડોક્‍ટર દીપક વજાણી જણાવ્‍યું હતું કે પેપર આપવામાં આવ્‍યા ત્‍યારે બે ખૂલેલી હતી તે વાત સાચી છે પરંતુ જે પેપર લીક થયું છે તેવા આક્ષેપો કરવામાં આવ્‍યા છે તે વાત ખોટી છે આમ છતાં પણ કોલેજના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. જયારે ચોટીલામાં પણ ૨૦ મિનિટમાં ૨૦ મિનિટ સુધી સુપરવાઇઝર પેપર લખાવ્‍યા નો આક્ષેપો કરવામાં આવ્‍યા છે આમ આ રીતે પેપર લીક થવાની દ્યટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવ્‍યો છે ત્‍યારે પરીક્ષાર્થીઓ ભારે મુંજવણમાં મુકાઇ ગયા છે ત્‍યારે શું વિદ્યાર્થીઓને ન્‍યાય મળશે કે કેમ આવી અટકળો વચ્‍ચે વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.  આ અંગે ન્‍યાય આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.

 

(1:44 pm IST)