Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ચોટીલા થાનગઢ રોડ ઉપરથી ર૪ લાખના દારૂ ભરેલ ટ્રેલર સાથે ૩ રાજસ્‍થાની ઝડપાયા

પોલીસે બાતમીને આધારે પીછો કરી કટીંગ પહેલા દબોચી લીધાઃ થાનગઢ ચોટીલાના સ્‍થાનિક ધંધાર્થી સહિતના સંકળાયેલા હોવાની આશંકા

ચોટીલા તા.૧૮ : ચોટીલા થાનગઢ પંથકની ભૌગોલિકતા દેશી અને ઇંગ્‍લીશ દારૂનાં ધંધાર્થીઓ માટે અનુકુળ હોવાથી પંથક બુટલેગરો માટે સ્‍વર્ગ સમાન બનેલ છે. ત્‍યારે પોલીસ પણ સતર્કતા દાખવી બુટલેગરને નાથવા કમર કસે છે ગત રાત્રીના બાતમીના આધારે ૬૭પ પેટી ઇંગ્‍લીશ દારૂ સાથે ૩૯.૪૦ લાખનાં મુદ્દામાલ સાથે ૩ શખ્‍સોને પકડી વધુ તપાસ હાથ ધરેલ છ.ે

પકડાયેલ જથ્‍થા અંગે મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસને પંથકમાં મોટા પ્રમાણમાં ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો આવી રહ્યાની હકીકત મળેલ જેને આધારે પીઆઇ એમ.સી.વાળા બીટ અબ્‍ઘ્‍ુલભાઇ દરવાડીયા, સરદારસિંહ રાજપુત, દેવરાજભાઇ, વિજયસિંહ, નરેશભાઇ શેખાભાઇ દક્ષેશભાઇ સહિતના કાફલાએ સરકારી અને ખાગી વાહનો સાથે વોચમાં હતા તે દરમિયાન પોલીસને જોઇ ટ્રેલર નં.આરજે ૧૪ જીઇ પ૯૮૭ થાન રોડ ઉપર શંકાસ્‍પદ હાલતમાં પસાર થતા પોલીસે પીછો કરી ચોટીલાથી ચાર કી.મી.દુર અટકાવી તલાશી લેતા ભુસાના કોથળાની આડમાં પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલ બોટલ નં. ૮૧૦૦ મળી આવેલ હતી અને પોલીસે ટ્રેલર અટકાવતા એક શખ્‍સ નાસી છુટેલ હતો અને ચાલક સહિત ત્રણ જયપુર જીલ્લાના રાજસ્‍થાની જેમા ડઇવર રાજુ જોધારામ રાજુ જોધારામ રે.આસલપુર જોમનેર, મહેશ કૈલાશરામ વર્મા મેઘવાલ રે. બોરાજ, રાકેશ કૈલાશભાઇ ગુર્જર રે. બગરૂબેગસ વાળો પકડાઇ ગયેલ છ.ે

પોલીસેહાલ પકડાયેલ ત્રણ ઇસમો સહિત સુરેન્‍દ્રનગર રહેતા માલ મંગાવનાર બુટલેગર ચાંપરાજભાઇ નાગરાજભાઇ કાઠી તેમજ ટ્રેલર માલિક, માલ મોકલનાર અને રેઇડ દરમિયાન નાસી જનાર અને માલ મંગાવના તથા તપાસમાં ખુલે તે તમામ સામે રૂ.ર૪.૩૦૦૦નો દારૂ ટાટા કંપનીનું ટ્રેલર રૂા.૧પ૦૦૦૦૦, મોબાઇલ નંગ ૪ રૂા.૯૦૦૦, રોકડા રૂા.૧૭૦૦ વાહાન આરટીઓ ટોલટેકસની પાવતી સહિત ડોયકુમેન્‍ટની ફાઇલ મળી કુલ ૩૯,૪૦.૭૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીઓના એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી કટીંગ કરવા તેમજ પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વેચાણ સારૂ મોકલી ગૂન્‍હો કર્યાની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.

(1:42 pm IST)