Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મચ્‍છુ-૨ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્‍યો

મોરબી : તા.18, જીલ્લામાં સારા વરસાદને પગલે મચ્‍છુ-૨ ડેમ ૧૦૦ % ભરાયેલો છે અને હાલમાં નર્મદાની મચ્‍છુ કેનાલમાં પાણીની આવક શરૂ થતા હાલમાં ડેમમાં પાણીની આવક થઇ રહી છે માટે ડેમનો એક ગેઇટ ત્રણ ઇંચ ખોલવામાં આવ્‍યો છે સિંચાઇ વિભાગના જણાવ્‍યા અનુસાર હાલ ડેમ છલોછલ ભરાયેલો છે અને કેનાલ મારફતે દૈનિક ૧૩ mcft પાણીની આવક થઇ રહી છે જેથી કરીને ડેમનો એક દરવાજો રવિવારે સવારથી ખોલવામાં આવ્‍યો છે.

(2:12 pm IST)